ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

શું મહારાષ્ટ્રના રાજકારણમાં થશે ઉથલપાથલ? કાકા-ભત્રીજા થઈ જશે એક!

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની થઈ શકે છે. એનસીપી અને એનસીપી-એસપીના વિલયની ચર્ચાએ જોર પકડ્યું છે. અનસીસી અધ્યક્ષ અજિત પવાર અને એનસીપી-એસપી પ્રમુખ શરદ પવાર ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા બાદ આ ચર્ચા શરૂ થઈ છે. આ વચ્ચે એનસીપી-એસપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કાર્યકારિણી બેઠક બોલાવી છે. બેઠકમાં તેઓ શું ભૂમિકા ભજવશે અને શું માર્ગદર્શન આપશે તેના પર નજર રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પક્ષના કેટલાક નેતા અને સાંસદ અજિત પવાર સાથે ભળી જવાનું કહે છે. અજિત પવાર હાલ સરકારમાં છે અને તેમણે એનસીપી-એસપી નેતાઓને મદદ કરી હોવાથી તેઓ આમ માની રહ્યા છે.

આપણ વાંચો: કૃષિમાં એઆઈના ઉપયોગ અંગેની ચર્ચા કરવા શરદ પવાર અને અજિત પવાર એક મંચ પર

કોણ લેશે અંતિમ નિર્ણય

શરદ પવાર અને અજિત પવાર અનેક વખત જાહેર કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા હતા. જે બાદ એનસીપીના બંને જૂથ એક થવાની ચર્ચા શરૂ થઈ છે. જોકે, શરદ પવાર સ્પષ્ટતા કરી ચુક્યા છે કે જો બંને એનસીપી એક થઈ જાય તો તેમાં કોઈ આશ્વર્યની વાત નથી. પરંતુ અંતિમ નિર્ણય સુપ્રિયા સુળે લેશે.

આપણ વાંચો: હેટ્રિક… શરદ પવાર અને અજિત પવાર 10 દિવસમાં ત્રીજી વખત સાથે આવશે, નવો કાર્યક્રમ, નવું સ્થળ અને સમય

રાજકીય નિષ્ણાતો શું કહે છે

રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, જો બંને પક્ષનો વિલય થઈ જાય તો ન માત્ર એનસીપી માટે પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ એક મોટો વળાંક આવશે. તેનાથી મહા વિકાસ આઘાડી અને ભાજપની વ્યૂહરચના પર અસર પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button