ઉર્વશી રાઉતેલાએ ઐશ્વર્યાને ભૂલાવીઃ કાન ફેસ્ટિવલમાં રંગીલો ડ્રેસ અને પોપટ લઈને પહોંચી

Cannes Film Festivalમાં હંમેશાં ઈન્ડિયન એક્ટ્રેસ ઐશ્વર્યા રાય ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક તેના કોસ્ચ્યુમ તો ક્યારે તેની પર્પલ શેડની લિસ્ટિક માટે. વિશ્વના ડિઝાનર્સ અને સેલિબ્રિટી પર એશને જોવા અને તેના લૂકને એનાલાઈઝ કરવાની રાહ જોતા હોય છે. જોકે આ વખતે એશ પહેલા એક સાઉથ ઈન્ડિયન અભિનેત્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ઉર્વિશી રાઉતેલા (Urvashi Rautela) એ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઉર્વશીએ રેડ કાર્પેટ વૉક કર્યું હતું અને તેના ફોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. Michael Cinco gownમાં ઉર્વશીએ જાદુ વિખેર્યો હતો. એકદમ રંગબેરંગી ગાઉન સાથે ઉર્વશીએ એન્ટ્રી કરી હતી.
અભિનેત્રીનાં ગાઉન સાથે તેનાં હાથનું ક્લચ પણ બધાની નજરમાં આવ્યું હતું. હાફ પોની, ક્રાઉન, કાનમાં ટડ્સવાળી જ્વેલરી અને પિંક શેડની લિપસ્ટિક સાથે ઉર્વશીએ લૂક કમ્પિલટ કર્યો હતો.
જોકે આ બધા સાથે સૈનું ધ્યાન જેના પર ગયું હતું કે તેનું ક્લચ હતું. ઉર્વશીએ રંગબેરંગી ક્લચ હાથમાં લીધું હતું જે પોપટના આકારનું હતું. હાથમાં પોપટ રમાડતી હોય તે રીતે ઉર્વશી ક્લચ પકડીને આવી હતી. Judith Leiber crystal parrot bagની કિંમત ભારતીય ચલણ પ્રમાણે સાડા ચાર લાખ હોવાનું જાણવા મળ્યું છે.
જોકે નેટીઝન્સ ઉર્વશીના આ લૂક પર મિક્સ રિએક્શન આપી રહ્યા છે. ઘણાને આ લૂક ગમ્યો છે તો અમુક તેને ક્વિન ઑફ કાન ઐશ્વર્યા રાયની કૉપીકેટ કહી રહ્યા છે. ઘણાએ ઉર્વશીએ પોતાના ડ્રેસમાં ટૂંકી ટ્રેઈન (ગાઉન પાળછળનો લાંબો ભાગ) રાખી ઉપકાર કર્યો છે તેવી કોમેન્ટ પણ કરી છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ઓરી, ભૂમિ પેડણકેર બધાએ ઉર્વશીને વખાણી છે.
અહીં ખાસ જણાવવાનું કે આ વર્ષે આ ફેસ્ટિવલમાં દરેક ગુજરાતી અને ભારતીયને ગર્વ થાય તેવી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવવાની છે. એશિયાના સૌથી જૂના અને જાણીતા અખબાર મુંબઈ સમાચારની 200 વર્ષની યાત્રાની ડોક્યુમેન્ટરી મુંબઈ સમાચારઃ નોટઆઉટ 200 પણ પ્રદર્શિત કરવામાં આવશે.