Operation Sindoor: સન્ની દેઓલ અને કાજોલની ફિલ્મો રિલિઝ થશે કે નહીં ?

પહેલગામમાં હુમલાના જવાબ તરીકે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ઘર્ષણ બાદ 10મી મેના રોજ સિઝફાયરનું અચાનક એલાન કરવામાં આવ્યું. ત્યારબાદ બન્ને દેશોની સરહદો વચ્ચે હાલમાં શાંતિ છે, પરંતુ સંબંધોમાં ખટાશ ઘણી વધી છે. આ બધાની અસર દરેક ક્ષેત્રમાં થઈ છે ત્યારે ફિલ્મજગત પર પણ થઈ છે. આવનારી બે ફિલ્મો આ સ્થિતિને લીધે હાલમાં પ્રોબ્લેમમાં આવી ગઈ છે.
ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈ લાહૌર-1947 ફિલ્મ બની રહી છે જેમાં સન્ની દેઓલ છે. આ ફિલ્મની રિલિઝ અમુક મહિનાઓ સુધી રોકવામાં આવશે તેમ લાગે છે કારણ કે હાલના માહોલને જોઈ કોઈ એવી ફિલ્મ રિલિઝ ન થવા દઈ શકાય જે ઉશ્કેરાટ ફેલાવે. આવી જ સ્થિતિ કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મની છે. તેમની ફિલ્મ સરઝમીન પોલિટિકલ થ્રિલર છે, પરંતુ તેમાં ભારત-પાકિસ્તાનના સંબંધોનો રેફરન્સ છે. આ ફિલ્મ 30મી મેના રોજ રિલિઝ થવાની વાત હતી પણ હવે તેના અમુક સિન્સ પર ફરી કામ કરવામાં આવી રહ્યું છે. ફરી શૂટિંગ અને ડબિંગ કરવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો: આમિર ખાનના ચાહકોની આતુરતાનો આવ્યો અંત: સિતારે જમીન પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ…
સની દેઓલ અને રાજકુમાર સંતોષીની ફિલ્મ લાહોર 1947 નું કામ ઘણા સમય પહેલા પૂરુ થયું છે. પરંતુ તાજેતરમાં બની રહેલા સંજોગો જોતા ફિલ્મ રિલિઝ કરવી કે નહીં તે મુઝવણ છે. આ ફિલ્મ ભાગલા પછીના લાહોર-પાકિસ્તાનની છે. લાહોરમાં રહેતા એક મુસ્લિમ પરિવારને આ ફિલ્મ બતાવવામાં આવશે. ફિલ્મની વાર્તાને બદલ્યા વિના કોઈ ફરેફાર થઈ શકે તેમ હોય અને જરૂર જણાય તો કરવામાં આવશે તેમ મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. જોકે ફિલ્મ ત્યારે રિલિઝ થશે તે હાલમાં કહેવું શક્ય નથી.