ટોપ ન્યૂઝશેર બજાર

ભારતીય શેરબજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ નિફ્ટીમાં વધારો

મુંબઇ: ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર તેજી જોવા મળી છે. જેમાં સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સમાં 137. 27 પોઇન્ટ અને નિફ્ટીમાં 35. 45 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જેની બાદ સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 490. 03 અને નિફ્ટીમાં 167. 55 નો વધારો જોવા મળ્યો હતો.

સેન્સેક્સના શેરોમાં વધારો

સેન્સેક્સના શેરો પર નજર કરીએ તો ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, એટરનલ ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા શરૂઆતના કારોબારમાં વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. જેમાં આજે ટાટા સ્ટીલમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો કારણ કે કંપનીએ જાહેરાત કરી છે કે તેણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારત, યુકે અને નેધરલેન્ડ્સમાં તેના સંચાલન માટે રૂ. 15,000 કરોડનો મૂડી ખર્ચ નક્કી કર્યો છે. ત્યારે ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતા

એશિયન બજારમાં પણ અમેરિકન બજારની અસર જોવા મળી

અમેરિકા-ચીન વેપાર તણાવ ઓછો થવાને કારણે વોલ સ્ટ્રીટ બેન્ચમાર્ક પર રાતોરાત વધારાને પગલે બુધવારે એશિયન બજારોમાં મોટાભાગે ઉછાળો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 225 ઉછાળા પછી 0.7 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક 1.2 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.5 ટકા વધ્યો, જ્યારે કોસ્ડેક સ્થિર રહ્યો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે ઊંચી શરૂઆતનો સંકેત આપ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button