જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, 11 સ્થળોએ છાપેમારી 150 લોકો રડારમાં

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદીઓ શોધખોળ તેજ કરી છે. જેમાં છેલ્લા બે દિવસમાં પોલીસ અને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. જેમાં પહલગામ હુમલાના આતંકીઓને શોધવા પોસ્ટર જાહેર કર્યા છે. તેની બાદ પોલીસે શ્રીનગરમાં 11 સ્થળોએ છાપેમારી કરી છે.
150 આતંકી અને તેમના મદદગારના ઘરો પર છાપેમારી
જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર 22 એપ્રિલના હુમલા બાદ 150 આતંકી અને તેમના મદદગારના ઘરો પર છાપેમારી કરવામાં આવી છે. પોલીસ આ કાર્યવાહી આતંકવાદીઓને સમર્થન કરનારા માળખાને તોડી પાડવામાં માટે કરી રહી છે. જેના પગલે સતત સર્ચ ઓપરેશન અને એકશન લેવામાં આવી રહ્યા છે. જેમાં અનેક આતંકીઓના ઘર અને છુપવાના સ્થાનને પણ તોડી પાડવામાં આવ્યા છે.
યુએપીએ કાયદા હેઠળ કેસ નોંધી તપાસ
જમ્મુ કાશ્મીર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત પ્રતિબંધિત આતંકી સંગઠનોના સાથે સબંધ ધરાવતા લોકોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ તેમની પર યુએપીએ કાયદા હેઠળ કેસ નોંધીને તેની તપાસ કરી રહી છે. જે સંદર્ભે 11 સ્થળોએ છાપેમારી કરવામાં આવી હતી.
ઓપરેશન કેલર હેઠળ ત્રણ આતંકી ઠાર
આ ઉપરાંત ભારતીય સેનાએ પોતાની સોશિયલ મીડિયો પ્રોફાઈલ એક્સ પર પોસ્ટ કરીને તેની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં મંગળવારે ઓપરેશન કેલર હેઠળ ત્રણ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યાં હોવાની પણ ભારતીય સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.