સુરતઃ વિદ્યાર્થી સાથે શરીર સંબંધ બાંધનારી 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી, આજથી એબોર્શન પ્રક્રિયા શરૂ થશે

સુરતઃ શહેરમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. બંનેએ આ દરમિાયન શરીર સુખ માણ્યું હતું. વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે આવતો હતો ત્યારે પણ મર્યાદા ઓળંગ્યા હતા. જેના કારણે શિક્ષિકાને ગર્ભ રહી ગયો હતો. બંને ફરાર થયા બાદ ગણતરીના દિવસમાં પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. શરીર સંબંધ બાંધીને સગર્ભા બનેલી તથા પોક્સો એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતી પુણાની 23 વર્ષીય આરોપી શિક્ષિકાએ પાંચ માસના ગર્ભને ટર્મિનેટ કરવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી. શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા ગાયનેક ડોકટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી હતી. જેથી આજથી એબોર્શનની પ્રક્રિયા શરૂ થશે.
શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. જો કે, સગીરાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે ડીએનએના સેમ્પલ લેઈ તપાસ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આપવાનો બાકી છે.
શું છે મામલો
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકાની શોધખોળ કરવામાં આવી હતી.
1 મેના રોજ શિક્ષિકા અને વિદ્યાર્થીને પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પોલીસે ચાલુ બસમાંથી જ ઝડપી લીધા હતા. બંને સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી, વૃંદાવન ફર્યા હતા. આ દરમિયાન પણ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. વિદ્યાર્થી શિક્ષિકા પાસે ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. શિક્ષિકા ઘણા સમયથી ટ્યૂશન કરાવતી હોવાથી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમણે શરીર સુખ માણ્યું હતું. જેના કારણે શિક્ષિકાને ગર્ભ રહી ગયો હતો.