મનોરંજન

ફેને પ્રીટિને પૂછ્યો મેક્સવેલ સાથે લગ્ન સંબંધિત સવાલ અને…

બોલીવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા હાલમાં આઈપીએલને કારણે ચર્ચામાં રહે છે, કારણ કે તે પંજાબ કિંગ્સની ઓનર છે. પંજાબ કિંગ્સની તમામ મેચમાં પ્રીટિ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં દેખાય છે. એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીના બાકીના સેલેબ્સની જેમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પીઝેડ ચેટ ચલાવે છે. આ સેશન દરમિયાન એક ફેને તેને સવાલ પૂછ્યો હતો જેને કારણે પ્રીટિને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. એટલું જ નહીં પણ તેણે ફેનને ખરી ખોટી સંભળાવી હતી.

પીઝેડ ચેટ દરમિયાન એક ફેને પ્રીટિને પૂછ્યું કે મેમ મેક્સવેલના લગ્ન તમારી સાથે થયા એટલે તે તમારી ટીમ માટે સારું નહોતું રમતો? ફેનના આ સવાલ પર પ્રીટિને ગુસ્સો આવી ગયો હતો. તેણે જવાબમાં લખ્યું હતું કે શું તમે સવાલ તમામ ટીમના પુરુષોને પુછશો કે આ ભેદભાવ માત્ર મહિલાઓ માટે છે? મને નહોતો ખ્યાલ કે મહિલાઓ માટે કોર્પોરેટ સેટઅપમાં જિવંત રહેવું કેટલું અઘરું, જ્યાં સુધી હું ક્રિકેટમાં નહોતી આવી.

પ્રીટિએ આગળ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મને વિશ્વાસ છે કે તમે આ સવાલ મજાકમાં પૂછ્યો છે, પણ મને આશા છે કે તમે પોતાના સવાલને જોશો અને સમજશો કે તમે શું કહેવાની કોશિશ કરી રહ્યા છો. મને લાગે છે કે છેલ્લાં 18 વર્ષથી મેં ખૂબ જ મહેનત કરીને મારી ઓળખ બનાવી છે, એટલે મને એ ઈજ્જત આપો, જેની હું હકદાર છું.

પ્રીટીએ જે રીતે પોતાના ફેનને જવાબ આપ્યો છે એ જોઈને યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે તેની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પ્રીટિ મેમ આ રિસ્પોન્સ માટે તમને સલામ. તમે પંજાબ કિંગ્સ ઈલેવન સાથે ખૂબ જ સારું અને ઉમદા કામ કર્યું છે. કોઈ તો તમને એ ઈજ્જત આપશે, જેના તમે હકદાર છો. બીજા યુઝરે લખ્યું છે કે મેમ આવા લોકો પર ખાસ ધ્યાન આપવાની જરૂર નથી, તેઓ તમારા જીવનમાં કંઈ કરી શકતા નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રીટિ ઝિન્ટા ટૂંક સમયમાં જ ફિલ્મ લાહોર 1947માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ પણ લીડ રોલમાં જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button