નેશનલ

વડાપ્રધાન મોદીની આદમપુરની મુલાકાત બાદ, ઓવૈસીએ શરીફ અને મુનીરને આપી ચેલેન્જ

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો, જયારે પાકિસ્તાનના દરેક ડ્રોન હુમલાને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નાકામ બનાવ્યા હતાં. યુદ્ધ વિરામ બાદ ભારતના વડાપ્રધાન મોદીએ ગઈ કાલે સોમવારે સાંજે રાષ્ટ્રને નામ સંબોધન આપ્યું હતું, ત્યાર બાદ આજે મંગળવારે સવારે પંજાબના આદમપુર એરફોર્સ સ્ટેશન (Modi at Adampur Airbase) પહોંચ્યા. તેમણે વાયુસેનાના જવાનો સાથે વાતચીત કરી અને તેમનું મનોબળ વધાર્યું. એવામાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi )એ પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફ પર કટાક્ષ કરી છે.

અસદુદ્દીન ઓવૈસીએ X પર એક પોસ્ટ કરીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) અને આર્મી ચીફ અસીમ મુનીર(Asim Munir)ને ખુલ્લી ચેલેન્જ આપી છે. તેમણે લખ્યું, ‘શું એસ શરીફ અને એ મુનીર રહીમ યાર ખાન એરબેઝ પર તેમણે લિઝ પર લીધેલા ચીની વિમાનને લેન્ડ કરાવી શકશે?’

આ પણ વાંચો: પીએમ મોદીની આદમપુર એરબેઝ મુલાકાતથી પાકિસ્તાનના સાત દાવાનો ફૂટી ગયો ફૂગ્ગો

યાર ખાન એરબેઝ જ કેમ?

નોંધનીય છે કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ 10 મેના રોજ, ભારતે પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝ પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે એરબેઝને મોટું નુકશાન પહોંચ્યું હતું. ભારતીય વાયુસેનાએ આ ઓપરેશન માટે બ્રહ્મોસ-એ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો, જેણે એરબેઝના મુખ્ય રનવેને સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યો હતો.

રહીમ યાર ખાન એરબેઝ, જેને શેખ ઝાયેદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પાકિસ્તાન વાયુસેનાનું એક મહત્વપૂર્ણ લશ્કરી મથક રહ્યું છે. ભારતે કરેલા હુમલામાં અનેક લશ્કરી ફેસીલીટી, બિલ્ડીંગ અને ઇક્વિપમેન્ટ્સને નુકસાન થયું હતું.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ સૈનિકો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે કરી મુલાકાત

આદમપુર એરબેઝ પર હુમલાનો ખોટો દાવો:

બીજી તરફ પાકિસ્તાન સતત ખોટા દાવા કરી રહ્યું છે કે તેણે પંજાબમાં ભારતના આદમપુર એરબેઝ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતાં, જેમાં એરબેઝનો રનવે, મિગ-29 જેટ, S-400 એર ડિફેન્સ સિસ્ટમ અને રડારનો નાશ થયો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હુમલામાં 60 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા અને એરબેઝને ભારે નુકસાન થયું હતું. જોકે, આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા સાબિત થયા. ભારતના વિદેશ સચિવ વિક્રમ મીસરીએ આ અહેવાલોને ફગાવી દીધા અને કહ્યું કે આદમપુર એરબેઝ સંપૂર્ણપણે સુરક્ષિત છે. વડાપ્રધાન મોદીએ આજે આદમપુર એરબેઝની મુલાકાત લીધી અને સૈનિકોને મળ્યા, જેના ફોટોઝ અને વીડિયોએ પાકિસ્તાનના ખોટા દવાનો પર્દાફાશ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button