સ્પેશિયલ ફિચર્સ

500 રૂપિયાની નોટને લઈને સરકારે આપ્યું એલર્ટ, તમારી પાસે રહેલાં નોટના બંડલમાં…

દર થોડાક સમયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ભારત સરકાર દ્વારા 500 રૂપિયાની નકલી નોટ્સને લઈને એલર્ટ આપવામાં આવતું હોય છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી દ્વારા પબ્લિશ રિપોર્ટ્સ અનુસાર એક વખત ફરી બજારમાં મોટા પાયે બનાવટી નોટ્સ જોવા મળી રહી છે અને તમે ખૂબ જ સરળતાથી બનાવટી નોટ્સ ઓળખી શકો છો. જી હા, તમારો સ્માર્ટફોન આમાં તમારી મદદ કરશે, આવો જોઈએ કઈ રીતે-

વાત કરીએ 500 રૂપિયાની બનાવટી નોટ્સ કઈ રીતે ઓળખી શકાય એની તો આ માટે તમને તમારા ફોનનો હાઈ રિઝોલ્યુલેશન કેમેરા તમારી મદદ કરશે. નોટ પર કેમેરા ઝૂમ ઈન કરીને માઈક્રો ટેક્સ્ટ, અલાઈનમેન્ટ અને પ્રિન્ટિંગ ક્વોલિટીની ચકાસણી કરી શકો છો. આ સિવાય સ્માર્ટફોનના ફ્લેશની મદદથી સિક્યોરિટી થ્રેડ કે હાઈલાઈટિંગ ફિચર્સની તપાસ કરી શકાય છે.

આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી

આ સિવાય 500 રૂપિયાની નોટની નીચે બાજુએ નાના અક્ષમાં આરબીઆઈ અને 500 લખેલું હોય છે. અક્ષર નાના હોવાને કારણે તમે આ શબ્દ સ્માર્ટફોનના કેમેરાને ઝૂમ કરીને જ વાંચી શકો છો.

આરબીઆઈ દ્વારા મની (Mobile Aided Noted Identifier-MANI) એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી તમે નોટને સ્કેન કરીને તેના ડોનોમિનેશન વિશે જાણી શકો છો. એમાં પણ ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ લોકો માટે આ એપ ડિઝાઈન કરવામાં આવી છે, પણ આ એપ બનાવટી નોટને ઓળખવામાં સક્ષમ નથી.

આપણ વાંચો: બેંક હોલીડેને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કોઈ શંકાસ્પદ નોટની જાણકારી તરત જ નજીકના પોલીસ સ્ટેશનને કરવી જોઈએ. આ સાથે જ લોકલ દુકાનદાર, ફૂટપાથ વેન્ડર કે કેશ ડિપોઝિમાં ટ્રાન્ઝેક્શનનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી બજારમાં 500 રૂપિયાની બનાવટી નોટ ફરી રહી હોવાના અહેવાલો આવ્યા હતા. આ નોટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં રિઝર્વના સ્પેલિંગમાં ભૂલ હતી. આ સિવાય દર થોડા સમયે 500 રૂપિયાની નોટ બંધ થવાની હોવાના અહેવાલો પણ સામે આવતા જ હોય છે, પરંતુ બાદમાં આ તમામ દાવાઓ પોકળ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button