રોહિત શર્મા અવઢવમાંઃ મિત્રતા નિભાવશે કે પછી…
ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ-2023માં એકદમ ફૂલફોર્મમાં છે અને અત્યાર સુધીમાં રમાયેલી પાંચેય મેચમાં ભારતની જીત થઈ છે. હવે છઠ્ઠી મેચ ઈંગ્લેન્ડ સામે રમાવવાની છે. હાલની ચેમ્પિયન એવી ઈંગ્લેન્ડની ટીમ અત્યારે બિલકુલ ફોર્મમાં નથી અને અત્યાર સુધીમાં રમાયેલી ચારમાંથી એક જ મેચ જીતી છે. પરંતુ ઈંગ્લેન્ડની ટીમ દમદાર કમબેક કરી શકે છે. રવિવારે ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચે લખનઉમાં મેચ રમાશે. પરંતુ એ પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અવઢવમાં મૂકાઈ ગયો છે અને એનું અવઢવનું કારણ ટીમ ઈન્ડિયાના બે પ્લેયર છે.
રવિવારે ધરમશાલા ખાતે રમાયેલી ઈન્ડિયા વર્સીસ ન્યુઝીલેન્ડની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાને કારણે રમી શક્યો નહોતો અને તેના જગ્યાએ મોહમ્મદ શામીને સ્થાન આપવામાં આવ્યું અને સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવ્યું હતું. મોહમ્મદ શામીએ વર્લ્ડકપની મેચમાં પહેલાં જ બોલ પર વિકેટ લઈને કુલ પાંચ વિકેટ લીધી હતી.
બસ શામીની આ દમદાર કારગીરી જ રોહિત શર્મા અવઢવમાં મૂકાઈ ગયો છે. રોહિત અને ટીમ મેનેજમેન્ટે શામીને બોલર તરીકે ફર્સ્ટ ચોઈસમાં સ્થાન નહોતું આપ્યું. પહેલી ચાર મેચમાં સતત શાર્દુલને તક આપવામાં આવી હતી. રોહિત શર્માને હવે આઠમા નંબર પર એક ઓલરાઉન્ડર પ્લેયર જોઈતો હોવાને કારણે શામીને બદલે શાર્દુલને ચાન્સ આપવામાં આવ્યો હતો. પરંતુ આ મેચમાં શાર્દુલને બેટિંગનો ચાન્સ મળ્યો નહીં અને બોલિંગમાં તે પોતાનો જાદુ દેખાડી શક્યો નહીં.
શાર્દુસલ ઠાકરુને મેન વિથ ગોલ્ડન આર્મ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જ્યારે ટીમને જરૂર હોય ત્યારે તે વિકેટ લે છે. એમાં પણ ખાસ કરીને વચ્ચેની ઓવરમાં બ્રેક થ્રુ મેળવી આપવામાં શાર્દુલનો જોટો જડે એમ નથી. પરંતુ 2023ની વર્લ્ડકપની રમાઈ રહેલી મેચમાં તે આવું કરી શકર્યો નથી. ત્રણ મેચમાં શાર્દુલે 17 ઓવર નાથી હતી અને માત્ર બે જ વિકેટ લીધી છે.
ભારતની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે અને ઈંગ્લેન્ડની ટીમ બેટિંગમાં દમદાક છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં હવે આગામી મેચ માટે પ્લેઈંગ-11 કેવી હશે એ કંઈ કહી શકાય નહીં. પંડ્યાની ગેરહાજરીમાં ટીમ શાર્દુલ ઠાકુરના સ્વરૂપમાં રહેલાં એક માત્ર મીડિયમ પેસના બોલરને તક આપશે કે શામીને ફરી ચાન્સ આવશે એ જોવું રહ્યું.