આહારથી આરોગ્ય સુધી: ડબ્બાના પ્રોટીન હાનિકારક છે…-ડૉ. હર્ષા છાડવા

આજના આધુનિક યુગમાં સુંદર દેખાવ અને સાથે બોડીના શેપ માટે નવી ઘેલછા ચાલી રહી છે તે છે બોડી બિલ્ડિંગ. આજનો યુવાન વર્ગ અને થોડા પ્રમાણ યુવતી વર્ગમાં સુંદરતાની સાથે એબ્સ અને બાઈસેપ્સ બનાવવા કે સીક્સ પેક્સ એબ્સ કે એઈટ પેક્સ એબ્સ બનાવવાની હોડ ચાલી રહી છે.
આ બોડી બિલ્ડિંગ માટે યુવા વર્ગ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે, જેમાં પ્રોટીન પાવડર અને જીમ આ બે જગ્યાએ લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. પ્રોટીનના ડબ્બાનો ઉપયોગ આજે અત્યાધિક વધી રહ્યો છે જીમમાં જઈ રહ્યા છે અને આ જીમ નિષ્ણાત પ્રોટીનના ડબ્બા માટે પ્રેરિત કરી ને બોડી બિલ્ડિંગ બનાવવાની સલાહ આપે છે. આ ડબ્બાના પ્રોટીન લગભગ નકલી પ્રોટીન જેવું છે. જેમાં અનેક હાનિકારક તત્ત્વો જે યુવા પેઢી માટે હાનિકારક અને રોગકારક છે. નાની ઉંમરમાં જ લોકો બીમાર પડી રહ્યા છે.
પ્રોટીન પાવડરમાં ઘણા કેમિકલ અને બીજાં ઘણાં હાનિકારક તત્ત્વો નાખવામાં આવે છે. એક શોધકર્તા એ લગભગ એકસો ચોત્રીસ પ્રોટીન ઉત્પાદન તપાસ્યા ત્યારે તેમાં મળેલાં હાનિકારક તત્ત્વો સીસુ, આર્સેનિક કેડિયમ, પારો જેવી ભારી ધાતુઓ મળી.
બિસ્ફેનોલ-એ છે જે પ્લાસ્ટિક બનાવવા માટે ઉપયોગ થાય છે. અધિક માત્રામાં સાકર જે વજન વધારી દે છે.
વેનિલા ફલેવરવાળા ઉત્પાદનમાં જે વેનિલા વપરાય છે તે કોલટાર એટલે કે ડામરથી બને છે તેમ જ એક પ્રાણીના મળમાંથી બને છે તેવા વેનિલાનો ઉપયોગ કર્યો હતો. ભારી ધાતુઓના વપરાશથી અલગ-અલગ બીમારીઓ થતી જણાય છે જેથી યુવાવર્ગ જલદી બીમારીઓથી ગ્રસ્ત થઈ રહ્યો છે.
આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધી : આલ્કોહોલથી બચવું જરૂરી છે…
શોધકર્તાએ પોતાની શોધમાં જણાવ્યું કે આ હાનિકારક તત્ત્વોને કારણે વજન વધે છે. બોડીના મસલ્સ બની તો જાય છે પણ થોડા જ વખતમાં ગંભીર બીમારીઓ તેમજ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યાધિક અને ખરાબ પ્રોટીનના કારણે શરીર બેકાર પણ બની રહ્યું છે.
પાચનની સમસ્યા જેમાં ગેસ બ્લોટિંગ અને ડાયરિયા જેવી બીમારીઓ સામાન્ય છે. આ પછી આઈ.બી.એસ.ની સમસ્યા પણ થાય છે. વધુ પડતી સાકર અંદર મેળવેલી છે. તેથી વજનનું વધવું. પ્રિઝર્વેટીવના કારણે યુરિક એસિડ વધી જાય છે જેથી કિડની પર અસર થાય છે. વધુ પડતા પ્રોટીન અને ખરાબ પ્રોટીનને કારણે કે સપ્લીમેંટને કારણે બોડીમાં એમીનો એસિડમાં તોડે છે ત્યારે મેટાબોલીઝમમમાં એક વેસ્ટ પ્રોડક્ટસ બને છે તે છે એમોનિયા. આ એમોનિયા લીવરમાં જાય અને તેનું રૂપાતંર યુરિયામાં થાય.
યુરિયાનો ભાર કિડની પર આવતા કિડનીને નુકસાન થાય છે. પ્રોટીનની સાથે તેમાં સાકરનું પ્રમાણ વધુ હોવાથી કિડનીના પ્રોમ્બલ વધતાં જાય એમોનિયાથી બનતું યુરિયા કિડની ફિલ્ટર કરી બહાર ફેંકે છે જેટલું ફેંકી શકે બીજું બધું તે ગ્લુકોઝમાં રૂપાતંર કરી નાખે છે. ગ્લુકોઝ વધતા શરીરને બીજી ઘણીએ બીમારી લાગુ પડે છે. લીવર પર અસર જણાય છે. પ્રોટીન પાવડર, લેક્ટોમિલ્ક પાવડરને કારણે ઘણીવાર એલર્જી થાય છે. ભારી માત્રામાં ધાતુઓના કારણે કેન્સર પણ થાય છે. યુવાવર્ગની આ ઘેલછા નુકસાન કારક છે.
આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધી: પ્રસૂતિ પછી સ્ત્રી માટે રામબાણ ઔષધી દશમૂલ કાઢો
શરીરને સુડોળ બનાવવા કે સુંદર રાખવા ખોરાકમાંથી મળતો પ્રોટીન લેવા જોઈએ, જેનું મેટાબોલીઝમ એક લયમાં થાય. પ્રોટીન પાવડર અને અન્ય સપ્લીમેન્ટ ફક્ત સરફેસ પર જ કામ કરે છે.
પ્રોટીન માટે કુદરતી ખાદ્ય-પદાર્થ લેવા જોઈએ. સીમિત પ્રમાણમાં દાળોનો ઉપયોગ કરવો જોઈએ, ફણગાવેલા ધાન્ય એક ટાઈમ લેવા જોઈએ. લીલી પાદડાવાળી વનસ્પતિમાં પણ સારા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. સૂકોમેવો એ પ્રોટીનના ભંડાર છે.
ઓરગેનિક દૂધ (જેમાં કોઈ ભેળસેળ ન હોય પણ આહારમાં એક ટાઈમ લઈ શકાય છે.
આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધી: તડકામાં સૂકવેલા ખાદ્ય-પદાર્થનો વૈભવ
વ્યાયામ અને ચાલવું એ પણ શરીરને સુડોળ બનાવે છે. અધિક પ્રમાણમાં જીમ કરવું એ મસલ્સનો દુખાવો વધારી દે છે. મસલ્સના બિલ્ડપ માટે દવાઓનો સહારો લેવો એ મોટી મૂર્ખતા છે.
આ યુવા પેઢી એ જાગૃત થવાની જરૂર છે આ માટેનું જ્ઞાન મેળવું જરૂરી છે. બહારનો દેખાવ અને ખોટી માન્યતાઓથી દૂર રહેવું જ હિતાવહ છે.