
શ્રીનગર: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મોટાભાગના લોકોએ પોતાનો કાશ્મીર પ્રવાસ રદ્દ કરી દીધો હતો. પરંતુ સુરતના યુવાનો હિંમત દાખવીને કાશ્મીર પહોંચ્યાં છે. એટલું જ નહીં પરંતુ શ્રીનગરના લાલચોક ખાતે હવન પણ કર્યો હતો. સુરતના યુવાનોએ લાલચોક ખાતે દેશભક્તિ ગીતો ગાઈને દેશદાઝ દેખાડી હતી. આ યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે લાલચોક ખાતે હવન કરીને આ યુવાનોએ ભગવો પણ લહેરાવ્યો હતો.
આ પણ વાંચો: હવે ઓપરેશન કિલર: કાશ્મીરમાં આતંકી વિરુદ્ધના સર્ચ ઓપરેશનમાં ત્રણ જણ ઠાર
મૃતકોની આત્માને શાંતિ આપવવા લાકચોકમાં ભગલો લહેરાવ્યો
જમ્મુ અને કાશ્મીરમાં ફરી શાંતિ સ્થપાય તેમાં માટે પણ આ યુવાનોએ અપીલ કરી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયાં હતા. ત્યાર બાદ સમગ્ર દેશમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવે તેવી લોકો માંગણી પણ કરી હતી. શ્રીનગરના લાકચોકમાં ભગલો લહેરાવાના સુરતી યુવાને કહ્યું કે, ‘તે મૃતકોની આત્માને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી કહેવાશે કે જ્યા ધર્મ પૂછીને હત્યા કરાઈ ત્યાં ભગવો લહેરવામાં આવે અને તેરમાની વિધિ થાય તો મૃતકોની આત્માને શાંતિ મળે.’
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ સૈનિકો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે કરી મુલાકાત
કાશ્મીરમાં ફરી પ્રવાસીઓને આવકારવા કાશ્મીરીઓ તૈયાર
કાશ્મીરના લોકો પણ ફરી એકવાર ત્યાં પ્રવાસ ઉદ્યોગ ધમધમે તેવું ઈચ્છી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ કાશ્મીરને ભારતનું અભિન્ન પણ ગણાવ્યું છે. હવે ભારતે પણ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકી હુમલાનો બદલો લીધો છે. ભારતે 100 જેટલા આતંકવાદીઓને માર્યા હતા. આ સાથે સાથે ઓપરેશન દરમિયાના પાકિસ્તાની સેનાના સૈનિકો પણ માર્યા ગયા હતાં. યુદ્ધવિરામ બાદ પણ પાકિસ્તાન શાંત રહ્યું નથી. અવારનવાર તેણે યુદ્ધવિરામનો ભંગ કરીને ડ્રોન હુમલો કર્યો હતો. જેનો ભારત પણ જબડાતોડ વળતો જવાબ આપ્યો છે.