
નવી દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા અને ઓપરેશન અંગે ચર્ચા પણ કરી. પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.જેમાં તેમણે સૈનિકોની બહાદુરી અને હિંમતને સલામ કરી હતી.
સૈનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો
પીએમ મોદીની આદમપુર એરબેઝની મુલાકાત એટલે ખાસ માનવામાં આવે છે કારણ કે પાકિસ્તાને આ એરબેઝને ઉડાવી દેવાનો દાવો કર્યો હતો. પીએમ મોદી એરબેઝ પર પહોંચ્યા ત્યારે સૈનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ પીએમ મોદીએ સૈનિકો સાથે ફોટા પણ પડાવ્યા હતા.
સૈનિકોની પરિસ્થિતિ વિશે પણ ચર્ચા કરી
પીએમ મોદીએ સૈનિકો સાથે 6 અને 7 મેની સવારે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર વિશે પણ ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ તે સમયના સૈનિકોની પરિસ્થિતિ વિશે પણ ચર્ચા કરી. સૈનિકોએ તેમને માહિતી આપી અને સૈનિકો સાથે વાત કરતી વખતે તે ખુશ દેખાતા હતા.
પીએમ મોદીએ સૈનિકો સાથેની એકસ પર પોસ્ટ કરી
આદમપુર મુલાકાત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આજે સવારે, મેં AFS આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવું એક ખાસ અનુભવ હતો. ભારત હંમેશા સશસ્ત્ર દળો પ્રત્યે આભારી છે.
પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ પર જ થશે
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સોમવારનું વડા પ્રધાન મોદીનું સંબોધન ખૂબ જ સ્પષ્ટ હતું. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ નહીં કરે તો તેને વધુ પરિણામો ભોગવવા પડશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે આતંક અને વાતો સાથે ન ચાલી શકે. આતંક અને વેપાર સાથે ન ચાલી શકે અને પાણી અને લોહી પણ સાથે ન વહી શકે. પીએમ મોદીએ કહ્યું, અમારી નીતિ રહી છે કે જો પાકિસ્તાન સાથે કોઈ વાત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે.
આ પણ વાંચો…..ટેરર અને ટ્રેડ એક સાથે થઈ ના શકેઃ PM મોદીનો સ્પષ્ટ સંદેશ