રાજકોટ

રાજકોટમાં યોજાયેલા સમૂહલગ્નમાં 555 નવવધૂને નકલી દાગીના આપ્યા! નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજકોટઃ રાજકોટમાં છાસવારે એક નવી અને ચોંકાવનારી ઘટના બનતી હોય છે. રાજકોટમાં થોડા સમય પહેલા સમૂહલગ્ન યોજાયો હતો. સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં આપવામાં આવેલા કરિયાવરમાં દાગીના ખોટા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં કુલ 555 નવવધૂને ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યાં. પરંતુ આ દાગીના નકલી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં ફરી છેતરપિંડી થઈ હોવાની આશંકા છે. આ પહેલા પણ રાજકોટમાં યોજાયેલ સમૂલ લગ્નને લઈને વિવાદ થયો હતો.

દાગીના ખોટા નીકળતા પરિવારમાં ભારે રોષની લાગણી

કરિયારમાં આપવામાં આવેલા દાગીના ખોટા નીકળતા પરિવારમાં ભારે રોષનો મોહાલ જોવા મળ્યો હતો. જેથી આ પરિવારોએ સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ માંગ કરી છે. જેથી પોલીસે પણ ઘટનાને ગંભીરતાથીને તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, કરિયાવરમાં આપવામાં આવેલા દાગીના નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે.

આપણ વાંચો:  વડોદરામાં ACBએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા 2 લાખની લાંચ લેતો ઝડપ્યા

દાગીના મામલે સર્વજ્ઞાતિ સમુહલગ્નના આયોજકે શું કહ્યું?

આ સર્વજ્ઞાતિ સમુહલગ્નના આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીનું આ મામલે નિવેદન પ્રકાશમાં આવ્યું છે. વિક્રમ સોરાણીએ કહ્યું કે, આ દાગાની તેમના દ્વારા નહીં પરંતુ દાતાઓ દ્વારા આપવામાં આવ્યાં છે. અને જો તેમાં કોઈ ખોટી વસ્તુ આવી હોય તો તે બદલી આપવા માટે તૈયાર છે, તેવું પણ જણાવ્યું હતું. વિક્રમ સોરાણીએ એવું પણ કહ્યું કે, કરિયાવરમાં સોનાની તો માત્ર એક ચૂક આપવામાં આવી હતી, અન્ય કોઈ વસ્તુ સોનાની આપવામાં આવી નથી. જે ચૂક ખોટી જોય તો સર્વજ્ઞાતિ સમુહલગ્નના આયોજકે તેને બદલી આપવાની ખાત્રી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button