મુંબઈમાં એક બે દિવસમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીભર્યો ઇમેઇલ મળતા પ્રશાસન હરકતમાં

મુંબઈઃ ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મુંબઈમાં મોટો બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસેને બોમ્બની ધમકી આપતો મેઈલ આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મુંબઈ પોલીસને એક અજ્ઞાત વ્યક્તિએ મેઈલ કરીને ધમકી આપી છે કે, મુંબઈ શહેરમાં એક-બે દિવસમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. આવી ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આ મામલે અત્યારે તપાસ શરૂ કરી દીધી છે.
શહેરની સુરક્ષાને ધ્યાને રાખી મુંબઈ પોલીસ સતર્ક
ધમકીભર્યા મેઈલમાં એવું પણ લખવામાં આવ્યું છે, આ બોમ્બ બ્લાસ્ટ ક્યારે અને ક્યાં થશે તે શોધવા માટે તમારી પાસે સમય નથી. જો આ રાજ્ય કે દેશમાં ક્યાંય પણ બની શકે, જેથી આ ધમકીને અવગણશો નહીં. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે, મેઇલ મોકલનાર વ્યક્તિ કોણ છે? જો આ ધમકી સાચી છે તો પોલીસે આ મામલે સત્વરે તપાસ કરવાની આવશ્યતા છે.
આપણ વાંચો: મુંબઈમાં આજે ફરી વરસાદની આગાહી
થોડા દિવસ પહેલા પણ આવ્યો હતો ધમકીભર્યો ફોન
મળતી વિગતો પ્રમાણે મે મહિની શરૂઆતમાં પણ મુંબઈ પોલીસે આવો એક ફોન આવ્યો હતો. જેમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપાવમાં આવી હતી. અંધેરી ઈસ્ટના એક મકાનમાં બોમ્બ રાખવામાં આવ્યો હોવાની તેણે વાત કરી હતી. પરંતુ જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે કઈ મળ્યું નહોતું. આ ફોન કરનાર વ્યક્તિ માનસીક રીતે બિમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આગળ કાર્યવાહી કરી નહોતી.
આજે આવેલા મેઈલ મામલે મુંબઈ પોલીસેની સાયબર ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે. મોટા ભાગે અત્યાર સુધી મળેલા દરેક ધમકીના મેસેજ ખોટા સાબિત થયેલા છે, તેમ છતાં શહેરની સુરક્ષાને ધ્યાને રાખી આ મેઈલ મામલે પણ પોલીસ સતર્ક થઈને તપાસ કરી રહી છે. કારણ કે, મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાને દેશ આજે પણ ભૂલી શક્યો નથી.