
નવી દિલ્હી: ભારત – પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે જ્મ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. દક્ષિણ કાશ્મીર જિલ્લાના શુકરુ કેલર વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની સૂચના બાદ સુરક્ષા દળોએ ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકીઓ દ્વારા સુરક્ષા દળ પર ગોળીબાર કરવામાં આવ્યા બાદ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાયું હતું. સુરક્ષા દળો દ્વારા વળતી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ પોલીસ અને સુરક્ષા દળો આ હુમલામાં સામેલ આતંકીઓની સતત શોધખોળ કરી રહ્યા છે. ત્યારે હવે આતંકીઓને ઝડપથી શોધવા માટે પોલીસ વધુ સક્રિય બની છે. જેના પગલે પોલીસે ત્રણ આતંકીઓના પોસ્ટર જાહેર કર્યા છે તેમજ તેને પકડનારને અથવા માહિતી આપનારને રૂપિયા 20 લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.
આ પોસ્ટરો જમ્મુ અને કાશ્મીરમાં લગાવવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેનાએ સ્થાનિક નાગરિકો પાસેથી પણ મદદ માંગી છે. આ અંગે ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો…..અમૃતસરમાં લઠ્ઠાકાંડથી 14 લોકોનાં મૃત્યુ, 6ની હાલત ગંભીર