ઇન્ટરનેશનલ

પાકિસ્તાનનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું! ઘાયલ સૈનિકોથી ભરેલી છે લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલો

લાહોર, રાવલપિંડીઃ પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો છે, અને હજી પણ આ ઓપરેશન આતંકવાદીઓ સામે ચાલુ જ રહેવાનું છે. આ ઓપરેશન હેઠળ ભારતે 40 થી વધારે પાકિસ્તાની સૈનિકોને માર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ 100થી વધારે આતંકવાદીઓને પણ મોતને ઘાટ ઉતાર્યાં છે. ભારતની આ કાર્યવાહીને પાકિસ્તાન માનવા માટે તૈયાર નથી. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના અનેક વીડિયો પ્રકાશમાં આવ્યાં છે. ભારતીય સેનાએ પણ સેટેલાઈટ ફોટો બતાવીને પાકિસ્તાનમાં થયેલા નુકસાનની વિગતો આપી હતી.

લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલોમાં વીડિયો થયા વાયરલ

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને નુકસાન થયું છે, તેનો ફરી એક પુરાવો પ્રકાશમાં આવ્યો છે. લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલો અત્યારે ઘાયલ જવાનોથી ભરેલી હોવાની તસવીરો વાયરલ થઈ છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ આસીમ મુનીર આ ઘાયલ જવાનાના હાલચાલ પૂંછવા માટે ગયાં છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, પંજાબ પ્રાંતની સીએમ અને નવાઝ શરીફની દીકરી મરિયમ લાહોરની હોસ્પિટલમાં દાખલા પાકિસ્તાની સૈનિકોની ખબર પૂછવા માટે પહોંચી હતી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું છે કે, લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો સારવાર લઈ રહ્યાં છે. આ વીડિયોએ પાકિસ્તાનને દુનિયા સામે બેનકાબ કર્યું છું

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું

પાકિસ્તના પોતાના દેશમાં થયેલા નુકસાનને છુપાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ સત્ય તો બહાર આવી જ જાય છે. ઓપરેશન સિંદૂર આમ તો માત્ર આતંકવાદીઓ માટે હતું પરંતુ તેમાં પાકિસ્તાની સેનાએ દખલ કરી એટલે તેને પણ ભારતે જબડાતોડ જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ડર્યું અને યુદ્ધવિરામ માટે માની ગયું હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાનના અનેક જવાનો ઘાયલ થયા છે, પરંતુ પાકિસ્તાને તેના આંકડા જાહેર નથી કરી રહ્યું. પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ આતંકવાદ સામે ભારત હવે નમતું નહી રાખે!

હવે માત્ર આતંકવાદ અને પીઓકે મુદ્દે જ વાત થશેઃ પીએમ મોદી

ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કરેલા સંબોધનમાં પાકિસ્તાને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપવામાં આવી છે. ભારત હવે માત્ર આતંકવાદ અને પીઓકે મુદ્દે જ વાત કરશે. પીએમ મોદીએ કહ્યું કે, ટોક અને ટેરર બન્ને એક સાથે નહીં થાય! વડાપ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું હતુ કે, આતંકવાદી સામે ભારતનું ઓપરેશન સિંદૂર યથાવત રહેશે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર એટલે કે પીઓકે બાબતે કોઈ અન્ય દેશની દખલ સ્વીકારવામાં નહીં આવે તેવું પણ કહ્યું હતું.

આ પણ વાંચો…..પોતાના જ રક્ષા પ્રધાન પર ભડકી મહિલા સાંસદ ઝરતાજ ગુલ! સંસદમાં સંભળાવી દીધી ખરીખોટી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button