ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવું રહેશે હવામાન, જાણો વિગતે

નવી દિલ્હી : સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના લીધે હવામાન સતત બદલાઈ રહ્યું છે. ત્યારે દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હીટવેવ ફરી વધવા લાગી છે. જેમાં ઘણી જગ્યાએ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે આજે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર-પૂર્વ ભારતમાં હીટવેવની આગાહી છે. દક્ષિણ ભારતમાં હળવાથી થી મધ્યમ વરસાદની સંભાવના છે. જયારે ગુજરાતમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતાએ સેવી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ,દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
રાજસ્થાનમાં હવામાન બદલાશે
રાજસ્થાન માં 15 મેથી પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવની શક્યતા છે. પરંતુ આજે હવામાન આંશિક વાદળછાયું રહેવાની અને હળવો કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
દિલ્હી-એનસીઆરમાં આંશિક વાદળછાયું વાતાવરણ
દિલ્હી-એનસીઆરમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હળવો કમોસમી વરસાદ પડી શકે છે. જેનાથી તાપમાનમાં થોડી રાહત મળશે. આ સાથે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શકયતા છે.
ઉત્તર પ્રદેશમાં કમોસમી વરસાદની આગાહી
ઉત્તર પ્રદેશમાં આજે હવામાન મિશ્ર રહેશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 14 મેથી હીટવેવ શરૂ થઇ શકે છે. રાજયમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાન વિભાગે વીજળી પડવાની ચેતવણી પણ જાહેર કરી છે.
આપણ વાંચો: બીએસએનએલના ગ્રાહકો માટે ખુશખબર, જલ્દી મળશે મોબાઇલ નેટવર્કની સમસ્યામાંથી રાહત
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા કમોસમી વરસાદની સંભાવના
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ હળવા કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ નબળું પડતા હવામાન મોટે ભાગે શુષ્ક રહેશે. શિમલા અને દહેરાદૂનમાં તાપમાન 25-30 ડિગ્રીની વચ્ચે રહેશે.
બિહારના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આજે બિહારના ઘણા જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પૂર્વ ચંપારણ, નવાદા, જમુઈ, બાંકા, શિવહર, મધુબનીમાં હીટ વેવની શરૂઆત થઇ શકે છે.
ઝારખંડમાં આજથી ગરમીનો પ્રકોપ શરૂ થશે
ઝારખંડમાં આજથી ગરમીનો પ્રકોપ શરૂ થવાની શક્યતા છે. રાંચી અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ પડી શકે છે.