અમદાવાદ

33 અઠવાડિયાની ગર્ભવતી સગીરાને ગર્ભપાતની મંજૂરી! ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમદાવાદઃ રાજકોટની એક 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની જેમાં તે ગર્ભવતી બની ગઈ હતી. જેથી 13 વર્ષીય સગીરાએ ગુજરાત હાઈકોર્ટમાં ગર્ભપાત કરાવવા માટે અરજી કરી હતી. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાના 33 અઠવાડિયાના ગર્ભને નિષ્ણાંત ડૉક્ટરની હાજરીમાં ગર્ભપાત કરવામાં માટે મંજૂરી આપી દીધી છે. સગીરા એનિમિયાથી પીડાઈ રહી છે, અને તેની ઉંમર માત્ર 13 વર્ષની છે, જેથી ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તે બીમાર હોવાથી ડૉક્ટરની દેખરેખમાં રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

સગીર યુવકે આચરેલા દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બની

એક મોટા નિર્ણયમાં, ગુજરાત હાઈકોર્ટે 13 વર્ષની સગીર બળાત્કાર પીડિતાના 33 અઠવાડિયાના ગર્ભનો નિષ્ણાત ડૉક્ટરની હાજરીમાં ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. સગીર પીડિતા એનિમિયાથી પીડાઈ રહી છે, જેના કારણે ડૉક્ટરની દેખરેખનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઘટનાની વાત કરવામાં આવે તો, પાડોશમાં રહેતા એક સગીર યુવકે આચરેલા દુષ્કર્મ બાદ સગીર પીડિતા ગર્ભવતી થઈ હતી. આ કેસમાં રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સગીરા પાસે લાંબુ જીવન છે, જેથી ગર્ભપાસ સંભવઃ કોર્ટ

આ કેસમાં કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, સગીરાના ઉંમર ઘણી નાની છે, અને ગર્ભ રાખવાની સગીરાના જીવનું જોખમ છે. એટલું જ નહીં પરંતુ એનિમિયાના મૂલ્યાંકન અને સુધારણા પછી ગર્ભપાત કરી શકાય છે, કારણ કે ગર્ભપાત પીડિતાને ગર્ભાવસ્થા સમાપ્ત થવા સંબંધિત જોખમ હોય છે. કોર્ટે ચુકાદામાં એવું પણ કહ્યું હતું કે, હજી સગીરા પાસે લાંબુ જીવન છે, જેથી આ ગર્ભપાસ સંભવ છે. દરેક બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી દીધી છે. હવે ડૉક્ટરોની દેખરેખમાં યોગ્ય તપાસ કરીને ગર્ભપાત કરવામાં આવશે.

આપણ વાંચો:  ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, દર વર્ષે 70 હજાર નાગરિકોને આપશે સિવિલ ડિફેન્સની તાલીમ

પોલીસે દુષ્કર્મના કેસમાં સગીર આરોપીઓની ધરપકડ કરી

રાજકોટ પોલીસે આ કેસમાં 29 એપ્રિલે ફરિયાદ નોંધી હતી. જેમાં તપાસ કર્યાં બાદ 2 મેના રોજ સગીર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ આ ફરિયાદને રાજકોટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. રાજકોટ બી ડિવિઝન પોલીસે 29 એપ્રિલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button