મનોરંજન

‘જાટ’ અને ‘કેસરી 2’ ને માત આપી અજયની ‘રેડ 2’એ તોડ્યા રેકોર્ડ, કરી ધૂમ કમાણી

મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલમાં પણ સિનેમાઘરોમાં લોકો ફિલ્મ જોવા માટે જઈ રહ્યાં છે. બે અઠવાડિયા પહેલા આવેલી અજય દેવગણની ફિલ્મ રેડ 2 (Raid 2 ) અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અજય દેવગણની ફિલ્મ રેડ-2એ બીજા સોમવારે 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે પહેલા સોમવારે 7.5 કરોડની કમાણી કરી હતી. રેડ-2એ ફિલ્મ જાત (Jaat) અને કેસરી-2 (Keshari 2) ને પણ સારી એવી માત આપી છે.

રેડ-2એ રિલિઝ થયાના માત્ર બે જ દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરી

રેડ-2 એ છેલ્લા ચાર દિવસથી ફરી ધૂમ કમાણી કરી છે. આ ફિલ્મે રિલિઝ થયાના માત્ર બે જ દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આ ફિલ્મને રાજ કુમારે ડિરેક્ટ કરી છે, જેમાં લીડ રોલમાં અજય દેવરણ અભિનેય કરી રહ્યો છે. અજય દેવગણની આ સિક્લવની પહેલી ફિલ્મ રેડ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, જ્યારે હવે રેડ-2 પણ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. અજય દેવગનની ફિલ્મે પહેલા અઠવાડિયામાં ફિલ્મે 95.75 કરોડની કમાણી કરી હતી, જ્યારે માત્ર 2 અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર 125.75 કરોડની કમાણી કરી લીધી છે.

રેડ-2 ફિલ્મ અજય દેવગણની આઠમી સૌથી સફળ ફિલ્મ બની

આ પહેલા અજય દેવગણની તાન્હાજી, ગોલમાલ અગેઈન, દ્રશ્યમ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. રેડ-2 પણ અજય દેવગણની આઠમી સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. 125 કરોડની કમાણી સાથે રેડ-2 2025ની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. અક્ષય કુમારની કેસરી-2 એ બોક્સ ઓફિસ પર 87.50 રકોડ અને સની દેઓલની જાત ફિલ્મને બોક્સ ઓફિસ પર 87.5 કરોડની કમાણી છે, આ બન્ને ફિલ્મોને માત આપીને અજય દેવગણની ફિલ્મ રેડ-2એ 125 કરોડની કમાણી કરી છે.

આપણ વાંચો:  વર્ષો બાદ સૈફ અને અમૃતાના ડિવોર્સ પર ઈબ્રાહિમ અલી ખાને કરી વાત, કહ્યું આજે મારા પિતા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button