ભારતીય શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો

મુંબઇ : ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં સેન્સેક્સ 180 પોઇન્ટના ઘટાડા સાથે 82,249 અને નિફ્ટી 60 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો હતો. જો કે થોડા સમયમાં જ બજારમાં વેચવાલીના પગલે 760 પોઇન્ટ ઘટ્યું હતું. સેન્સેક્સના શેરોમાં સન ફાર્મા, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક અને એચસીએલ ટેક શરૂઆતી ટ્રેડિંગમાં ઘટાડા સાથે જોવા મળ્યા હતા. જેમાં સન ફાર્મા લગભગ 2.34 ટકા વધ્યો હતો. બીજી તરફ ઇન્ફોસિસ, પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇટરનલ અને કોટક બેંક જેવા શેરોમાં ઘટાડા જોવા મળ્યો. જેમાં ઇન્ફોસિસ લગભગ 1.24 ટકા ઘટ્યો હતો.
એશિયન બજારમાં ઉછાળો
અમેરિકા-ચીન ટ્રેડ ડીલ બાદ વોલ સ્ટ્રીટમાં રાતોરાત ઉછાળા બાદ મંગળવારે એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો. જાપાનના નિક્કી 225 માં 2.17 ટકાનો વધારો થયો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં 1.77 ટકાનો વધારો થયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.13 ટકા અને કોસ્ડેક 1.01 ટકા વધ્યો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નબળા ખુલવાનો સંકેત આપે છે.
યુએસ શેરબજારો ઉંચા સ્તરે બંધ થયા
સોમવારે યુએસ શેરબજારો ઉંચા સ્તરે બંધ થયા હતા. જેમાં S&P 500 માર્ચની શરૂઆત પછીના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1160.72 પોઈન્ટ વધીને 42,410.10 પર બંધ થયો. જ્યારે S&P 500 184.28 પોઈન્ટ વધીને 5844.19 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટમાં 779.43 પોઈન્ટનો મોટો ઉછાળો નોંધાયો અને તે 18,708.34 પર બંધ થયો.
આ પણ વાંચો…..વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી બાર્ગેઈન હંન્ટિગ છતાં સ્થાનિકમાં રૂ. 383નો ઘટાડો, ચાંદી રૂ. 461 વધી…