આમચી મુંબઈ

સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કરી મરોલમાં અર્બન ફોરેસ્ટ ઉગાડ્યું

મુંબઈ: સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નૈસર્ગિક પદ્ધતિએ સ્વચ્છ કરેલા પાણીનો ઉપયોગ કરીને મરોલમાં સાડા ત્રણ એક જગ્યામાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંધેરીના મરોલમાં બનાવવામાં આવેલા ઉદ્યાનનું સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

વૈશ્ર્વિક સ્તરે તાપમાનમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મુુંબઈમાં આગામી પાંચ વર્ષમાં નાગરી વિસ્તારના તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો કરવા માટે મોટા પ્રમાણમાં નાગરિકોના સહભાગની સાથે અર્બન ફોરેસ્ટની સંકલ્પના આધારિત ઉદ્યાનોના વિકાસ કરવાની યોજના સુધરાઈએ બનાવી છે.

સુધરાઈ અને મરોલ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના સહભાગથી મરોલમાં ૩.૫ એકરની જગ્યામાં આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ પરિસરમાં સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નૈસર્ગિક પદ્ધતિએ સ્વચ્છ કરેલા પાણીનો ઉપયોગ વૃક્ષારોપણ કરેલા ઝાડ માટે કરવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરનો આ પહેલો ઈકો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. માત્ર એક વર્ષની અંદર આ પ્રોજેક્ટનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશી પ્રજાતિના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. જેમાં બાંબૂ, બૂકળ પ્લાન્ટ, આંબા સહિત વિવિધ પ્રજાતિના ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર આ ઉદ્યાનમાં કરવામાં આવ્યું છે. વૃક્ષોને કારણે આ પરિસરના તાપમાનમાં બે સેલ્સિયસથી ઘટાડો થયો હોવાનું એક અભ્યાસમાં જણાઈ આવ્યું છે.

મુંબઈ ઉપનગર જિલ્લા નિયોજન ફંડમાંથી આ ઉદ્યાનમનો વિકાસ કરવામાં આવ્યો છે. અહીં નાના બાળકોને રમવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. સ્વચ્છતા ગૃહ, મનોરંજન માટે અલાયદી જગ્યા, એક્ઝિબિશન માટે જગ્યા પણ રાખવામાં આવી છે.

આ પણ વાંચો…..મલાડ સબ-વૅમાં ફ્લડિંગ રોકવા અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બંધાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button