
કર્ણાટકઃ કર્ણાટકના માંડ્યા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. ભારતના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક કે જેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા તેવા ડૉ. સુબ્બન્ના અયપ્પનનો મૃતદેહ શ્રીરંગપટ્ટણમાં સાંઈ આશ્રમ નજીક કાવેરી નદીમાંથી મળી આવ્યો છે. પદ્મશ્રી ડૉ. સુબ્બન્ના અયપ્પનનું અકસ્માતે મોત થયું છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે? આ મામલે પોલીસ અત્યારે તપાસ હાથ ધરી દીધી છે. પદ્મશ્રી ડૉ. સુબ્બન્ના અયપ્પન છેલ્લા 6 દિવસથી ઘરેથી ગુમ થયા હોવાથી અનેક પ્રકારની શંકાઓ થઈ રહી છે.
7મી મેથી ઘરેથી ગુમ થયા હતા ડૉ. સુબ્બન્ના અયપ્પન
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક અને પદ્મશ્રી ડૉ. સુબ્બન્ના અયપ્પન 7મી મેથી ઘરેથી ગુમ થયા હતાં. અત્યારે તેમને મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ડૉ. સુબ્બન્ના અયપ્પન તેમની પત્ની સાથે મૈસુરના વિશ્વેશ્વર નગર ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરીઓ પણ છે. હાલમાં આ કેસમાં શ્રીરંગપટના પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. આ ઉપરાંત, પોલીસ ટીમ મૃત્યુના કારણની તપાસમાં રોકાયેલી છે.
નદી પાસેથી ડૉ. અયપ્પનનું સ્કૂટર પણ મળી આવ્યું
પોલીસને શનિવારે કાવેરીની નદીમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીની તપાસ શરૂ કરીને મૃતદેહને ઓળખ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ત્યારે તે મૃતદેહ ડૉ. સુબ્બન્ના અયપ્પનનો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પરંતુ કાવેરી નદી પાસેથી ડૉ. અયપ્પનનું સ્કૂટર પણ મળી આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ કેસમાં હત્યા થઈ હોવાની આશંકા વર્તાઈ રહી છે. જો કે, સાચી હકીકત શું છે તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે ત્યારે જ સામે આવશે.
આ પણ વાંચો…..પહલગામ હુમલા સુધી પાકિસ્તાનના પાપનો ઘડો ભરાઈ ગયો હતોઃ આર્મીએ ફરી કર્યા મોટા ખુલાસા…