મનોરંજન

ભારત વિરોધી પોસ્ટ કરવી ભારે પડી! આ પાકિસ્તાની કલાકારો બોલિવુડમાંથી OUT…

મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન સ્થિતિને જોતા બોલિવુડમાં જેમણે કામ કર્યું છે તેવી અનેક પાકિસ્તાની કલાકારોની અત્યારે ભારે આલોચના થઈ રહી છે. બોલિવુડ ફિલ્મ ‘રઈસ’, ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘સનમ તેરી કસમ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર પાકિસ્તાની કલાકારો જેમ કે માહિરા ખાન, ફવાદ ખાન અને માવરા હોકેનને સંગીત પ્લેટફોર્મ પર તેમની હિન્દી ફિલ્મોના પોસ્ટર પરથી દૂર કરવામાં આવ્યા છે.

ભારત વિરોધી પોસ્ટ કરવી પાક. કલાકારોને ભારે પડી!
ઓપરેશન સિંદૂર મુદ્દે પાકિસ્તાની કલાકાર માહિરા, ફવાદ અને માવરાએ ભારત વિરોધી પોસ્ટ કરી હતી, જેથી આ પોસ્ટોમાંથી તેમને હટવી દેવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ ‘સનમ તેરી કસમ 2’ ફિલ્મમાંથી તો પાકિસ્તાની અભિનેત્રીને માવરાને રોલ નહીં આપવામાં આવે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કારણે હર્ષવર્ધન રાણેએ ચોખ્ખા શબ્દોમાં મેકર્સને કહ્યું હતું કે, જો આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી કામ કરશે તો તે આ હું કામ નહીં કરું! જેથી માવરાને પોસ્ટરમાંથી હટાવી દેવામાં આવી છે.

ઓપરેશન સિંદૂર મામલે ભારતની કરી હતી આલોચના
પાકિસ્તાની કલાકારોના પહેલા ભારતમાં ખૂબ વખાણ કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની કલાકારો જેમાં કામ કર્યું તેવી ‘રઈસ’, ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘સનમ તેરી કસમ’ ફિલ્મોને સારી એવી નામના પણ મળી હતી. પરંતુ આ કલાકારોએ ઓપરેશન સિંદૂર મામલે ભારતની આલોચના કરી હતી, જે તેમને ભારે પડી છે. હવે આ કલાકારોની ભારતમાં ભારે નિંદા થઈ રહી છે.

આ પાકિસ્તાની કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ
સોશિયલ મીડિયા પર લોકો આ કલાકારોને ટ્રોલ પણ કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ ભારતમાં હાનિયા આમિર, ફવાદ ખાન, માવરા હોકેન, આતિફ અસલમ, અલી ઝફર, સનમ સઈદ, બિલાલ અબ્બાસ, ઈકરા અઝીઝ, ઈમરાન અબ્બાસ, સજલ અલી અને માહિરા ખાન સહિતના અન્ય અનેક પાકિસ્તાની કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભારતમાં આ લોકોને હવે ફરી કામ મળવું મુશ્કેલ બની જવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button