મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ સ્ટાર પાસે નહોતા પીજીનું રેન્ટ આપવાના પૈસા, પણ…

લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી અવિરતપણે દર્શકોનું મનોરંજન કરી રહી છે. આજે આપણે આ જ ટીવી સિરીયલમાં બબીતાજીનો રોલ કરનારી એક્ટ્રેસ મુનમુન દત્તા અને તેના સંઘર્ષ વિશે વાત કરીશું.

મુનમુન દત્તા માટે પોતાની ઓળખ ઊભી કરવી મુશ્કેલ હતું, પણ આજે એક્ટ્રેસ સફળતાનો સ્વાદ માણી રહી છે. એક્ટ્રેસ ખુદ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો.

આપણ વાંચો: તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની સફળતાનું રહસ્ય શું છે જાણો છો?

મુનમુન દત્તાએ જણાવ્યું હતું કે શરૂઆતના દિવસો વિશે વાત કરું તો એ સમયે મને પીજીનું રેન્ટ આપવા માટે પૈસાની જરૂર હતી. મારી મમ્મી એ મને પોતાની સેવિંગ્સમાંથી પિતાને જણાવ્યા વિના પૈસા આપ્યા હતા. એ પૈસાથી મેં મારા પીજીનું રેન્ટ ભર્યું હતું, મારો પોર્ટફોલિયો શૂટ કર્યો અને ઓડિશનઆપ્યું. આ સપોર્ટ મારા માટે બધું જ છે.

આપણ વાંચો: TMKOCમાં પાછા ફરશે દયાબેન, જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…

મુનમુને પોતાની પાતા સાથેના સંબંધો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મા માટે એક શબ્દ પૂરતો નથી. આ રોલર કોસ્ટર જેવું છે. અમારી વચ્ચે પ્રેમ છે, ગુસ્સો છે. આ એક દોસ્તીવાળો બોન્ડ છે અને હું એની સાથે બધું જ શેર કરું છું.

મારી માના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગઈ હતી. તેણે પોતાની આખી જિંદગી અમને મોટા કરવામાં અને પરિવારનું ધ્યાન રાખવામાં વીતી ગઈ.

અત્રે ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરે છે અને ફેન્સ તેને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે. આ શોમાં તે બબીતાજીનો રોલ કરે છે, જે એક ફીટ અને મોર્ડન લેડી છે. મુનમુન દત્તાને આ શોમાં દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેની એક્ટિંગને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button