આમચી મુંબઈ
થાણેમાં બે કરોડનો કોડીન પાઉડર જપ્ત:મેડિકલ સેલ્સ રિપ્રેઝન્ટેટીવ પકડાયો…

થાણે: થાણેમાં બે કરોડ રૂપિયાની કિંમતનો કોડીન પાઉડર જપ્ત કરીને પોલીસે રાજસ્થાનના 48 વર્ષના મેડિકલ સેલ્સ રિપ્રેઝન્ટેટીવની ધરપકડ કરી હતી. એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ની ટીમે મળેલી માહિતીને આધારે 9 મેના રોજ થાણે રેલવે સ્ટેશન નજીક હોટેલમાં રેઇડ પાડીને આરોપી સુરેશ પરમારને તાબામાં લીધો હતો.
પોલીસ ટીમને પાઉડર સ્વરૂપે એક કિલો કોડીન મળી આવ્યું હતું, જે જોધપુરથી કુરિયર મારફત પરમાર પાસે આવ્યું હતું. કોડીનની કિંમત બે કરોડ રૂપિયા હતી. આરોપી પરમાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઇ હતી. આરોપી કોડીન પાઉડર કોને વેચવાનો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)
આપણ વાંચો: ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં ગાંજાનું સેવન વધ્યાનો પોલીસનો દાવો