ટોપ ન્યૂઝનેશનલ

વડાપ્રધાન મોદી આજે રાત્રે આટલા વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે; ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન…

નવી દિલ્હી: ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે સંમત થયા (India-Pakistan Ceasefire) છે, આજે બંને દેશોના DGMOઓ વચ્ચેની વાતચીત પણ થવાની છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત (PM Modi address nation) કરશે. ભારતે પાકિસ્તાન સામે કરેલી લશ્કરી કાર્યવાહી બાદ વડાપ્રધાન મોદીનું આ પહેલું સંબોધન હશે. વડાપ્રધાન મોદી સાંજે મહત્વની જાહેરાત કરી શકે છે.

ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે આજે બપોરે 12.30 વાગ્યે વાતચીત થવાની હતી, પરંતુ બાદમાં તેનો સમય બદલવામાં આવ્યો હતો, હવે આ વાતચીત આજે સાંજે થશે. મળતી માહિતી મુજબ, બંને દેશોના DGMO હોટલાઇન પર વાત કરશે. આ વાતચીત ભારતના DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને પાકિસ્તાનના DGMO મેજર જનરલ કાસિમ અબ્દુલ્લા વચ્ચે થશે.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે તણાવ ઓછો કરવા માટેના કરારની ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો ભારત પણ શાંત નહીં રહે.

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થશે, ત્યારબાદ બંને દેશો કઈ દિશા લે છે અને શું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button