નેશનલ

Parenting Tips: સરહદો પર તંગ સ્થિતિ હોય ત્યારે બાળકોનું ધ્યાન કઈ રીતે રાખશો?

ભારત બુદ્ધનો દેશ છે, પરંતુ કમનસીબે પાડોશી દેશ આપણી મિત્રતાના બદલામાં માત્ર ઝેર ઓકે છે અને આપણી સુરક્ષા જોખમાઈ છે. આવી સ્થિતિમાં આપણે યુદ્ધનો લલકાર પણ કરીએ છીએ. તાજેતરમાં જ આપણે ભારતીય સૈન્યના પરાક્રમો અને દુશ્મનોના દાંત ખાટા કરવાની તાકાત જોઈ છે. હાલપૂરતી યુદ્ધની સ્થિતિ ટળી છે, પરંતુ સરહદો પર સ્થિતિ ફરી તંગ થાય તો એવી ઘણી બાબતો છે, જે આપણે ધ્યાનમાં લેવાની છે.

યુદ્ધ સરહદો સાથે આપણે મનમાં પણ લડાતું હોય છે. આવા સમયે બ્લેકઆઉટ, સાયરન વાગવી, વસ્તુઓની અછત, સતત ધડાકાના અવાજ વગેરે સરહદો પર આવેલા રાજ્યો-શહેરોમાં થતું હોય છે અને બાકીના લોકો તેની ખબરોથી દુઃખી થતા હોય છે, ભય અને અસુરક્ષાનો માહોલ હોય છે. જો પુખ્તવયના પણ માનસિક તાણ અનુભવતા હોય તો બાળકો પર તો કેવી અસર થતી હશે. આ સમયે ઘર પરિવારના મોટા અને માતા-પિતા બાળકોની ખાસ સંભાળ લે તે જરૂરી છે. તો આ આર્ટિકલમાં અમે તમને થોડી પેરેન્ટિગ ટીપ્સ આપીશું.

  1. બાળકો સાથે સવાચેતીથી વાતચીત કરો
    જો આવી કોઈ કટોકટી જેવી સ્થિતિ આવે તો બાળકોની સત્ય છુપાવો નહીં, પરંતુ તેમને તેમની ઉંમર પ્રમાણે માહિતી આપો. ખુલ્લા મને વાતચીત કરો, તેમના પ્રશ્નોના જવાબ શાંત અને સરળ ભાષામાં આપો. તેમને કોઈ ભડકાઉ વાત કે ચિત્રો કે વીડિયો ન બતાવો.
  2. તમે ભલે આસપાસની કે સરહદોની સ્થિતિ જાણવા માટે અખબારો કે ટીવી-મીડિયાનો ઉપયોગ કરો, પરંતુ બાળકોની સામે ટીવી કે મોબાઈલ બંધ રાખો. તેમને ડર લાગે તેવા દૃશ્યો જોવા ન દો.
    બાળકો ટીવી પર યુદ્ધના દ્રશ્યો કે ડરામણા સમાચાર જેટલા ઓછા જોશે, તેટલું સારું રહેશે.
  3. નિયમિત દિનચર્યા જાળવો
    બહારનું વાતાવરણ ભલે ડહોળાયેલું હોય પણ તમે ઘરમાં સામાન્ય જીવન જીવો. સૂવા, ઉઠવાનો સમય, ખામીપીણી વગેરેમાં ખાસ ફેરફાર ન થાય તેનું ધ્યાન રાખો. આ સાથે શક્ય હોય તેટલું બાળક રમે કે મન હળવું રહે તેવી પ્રવૃત્તિ કરે તેનું ધ્યાન રાખો. બાળકોને ચિત્રકામ, સંગીત, નૃત્ય અથવા બોર્ડ રમતોમાં વ્યસ્ત રાખો.
  4. તમારું વર્તન શાંત અને હસમુખુ રાખો
    બાળકો મોટા લોકોની લાગણીઓ ખૂબ જ ઝડપથી સમજી જાય છે. જો માતા-પિતા હંમેશા નર્વસ અથવા તણાવમાં રહે છે, તો બાળકો પર તેની અસર થશે. આથી તમારે મન શાંત રાખવાનું, હસતું રહેવાનું અને કંઈ ખાસ ન થયું હોય તેવું વર્તન કરવાનું છે. તમને ડર લાગે, ચિંતા થાય તો બાળકો સામે તે વ્યક્ત ન કરો.
  5. તમને શબ્દ અને સ્પર્શ બન્નેથી હૂંફ આપો
    બાળકો સાથે વાત કરો ત્યારે તેને વારંવાર એવો વિશ્વાસ આપો કે તમે હંમેશાં તેમની આસપાસ રહેશો અને તે ક્યારેય એકલું નહીં રહે. આ સાથે તેની માથે હાથ ફેરવવાનું, તેને હગ કરવાનું રાખો. જોકે બાળકને પંપાળવાની જરૂર નથી, માત્ર તેની સાથે પ્રેમ અને સમજદારીથી વર્તવાની જરૂર છે.

આપણ વાંચો:  નેપાળ અને ભારત સરહદ બાદ હવે પાકિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button