
ટીમ ઈન્ડિયાના કિંગ તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ સોમવારે જ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું હતું અને હવે તે માત્ર વનડે મેચ રમતો જોવા મળશે. વિરાટે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ લખીને નિવૃત્તિ જાહેર કરી હતી. વિરાટે અત્યાર સુધીના કરિયરમાં 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 30 સેન્ચ્યુરી અને 31 હાફ સેન્ચ્યુરી ફટકારી છે. જોકે, આ એનાઉન્સમેન્ટ કરતા પહેલાં જ વિરાટ કોહલી કંઈક એવું કામ કરતા જોવા મળ્યો હતો કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું વિરાટ કોહલીએ…
વાત જાણે એમ છે કે વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કરવાની પોસ્ટ કર્યાના થોડાક સમય પહેલા જ તે પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. આ સમયે બંને જણ સાથે એકદમ ખુશ લાગી રહ્યા હતા. પોતાના ફેવરિટ કપલની ઝલક જોવા મળતા પેપ્ઝ એકદમ ખુશ થઈ ગયા હતા અને વિરાટે કોઈને પણ નિરાશ ન કરતા એકદમ ખુશી ખુશી પેપ્ઝને પોઝ આપ્યા હતા.
જોકે, આ સમયે બંને જણ કેઝ્યુઅલ લૂકમાં દેખાયા હતા અને તેઓ થોડા ઉતાવળમાં હોય એવું લાગી રહ્યું હતું પણ તેમ છતાં તેમણે ખૂબ જ શાંતિથી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. વિરાટે આ સમયે બેઝ લિનન શર્ટ સાથે મેચિંગ પેન્ટ પહેર્યું હતું જયારે અનુષ્કાએ ઓવર સાઈઝ પિંક અને બ્લ્યુ સ્ટ્રાઈપવાળા શર્ટ અને બેગી જીન્સ પહેર્યું હતું. કપલને સાથે જોઈને ફેન્સનો તો દિવસ બની ગયો હતો અને એવું લાગી રહ્યું છે કે બંને જણ વેકેશન પર જઈ રહ્યા છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ ભાવનાત્મક પોસ્ટ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ફેન્સ બંનેના વાઈરલ થઈ રહેલા ફોટો જોઈને તેના પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યા બાદ બંને જણ વેકેશન પર જઈ રહ્યા છે? બીજા એક યુઝરે લખ્યું હતું કે શું તેઓ લંડન પાછા જઈ રહ્યા છે??તો વળી કોઈએ વિરાટને અત્યારે રિટાયરમેન્ટ એનાઉન્સ કરવાનું કારણ પૂછી લીધું હતું.
આ પણ વાંચો: અનુષ્કા શર્માએ ઈન્ડિયન આર્મી માટે કરી પોસ્ટ, વિરાટ કોહલીએ કમેન્ટ સેક્શનમાં કહ્યું…
યુઝર્સ આઈપીએલમાં રોયલ ચેલેન્જજ બેંગલોરને ચિયર અપ કરી હતી. વિરાટ આ ટીમમાંથી આઇપીએલ રમે છે. એટલું જ નહીં પણ ફેન્સ વિરાટને ટેસ્ટમાં મિસ કરવાની વાત પણ કહી હતી. તમે પણ આ કપલના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ફોટો ન જોયા હોય તો અત્યારે જ અહીં જ જોઈ લો. તમારું દિલ પણ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જશે.