મહેસાણા

ગુજરાતમાં કમોસમી વરસાદે મહેસાણાના કડીમાં એક વ્યક્તિનો ભોગ લીધો, જાણો વિગતે

મહેસાણા: ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદે એક વ્યક્તિનો ભોગ લીધો છે. રવિવારે રાત્રે કડીમાં પડેલા વરસાદના લીધે થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાસમાં પાણી ભરાઇ ગયું હતું. જેમાં ચાર વાહનો ફસાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે 6 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જ્યારે અંડર પાસના ફસાયેલા કાર ચાલકનું મોત નીપજ્યું હતું.

અંડરપાસમાં પાણી ભરાતા એક ડમ્પર અને ત્રણ કાર ફસાઇ હતી

મળતી માહિતી મુજબ, રાજયમાં બદલાયેલા હવામાન વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં ભારે વરસાદને પગલે મોડી રાત્રે મહેસાણાના કડીના થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાતા એક ડમ્પર અને ત્રણ કાર ફસાઇ હતી. જેમાં કારના ચાલક પંચાલ હર્ષદભાઇ ભોગીલાલ (ઉ.વ.40), મૂળ રહે. ગામ. મેડાઆદરજ, તા. કડીનું ડૂબી જતાં મોત થયું હતું. જ્યારે ડમ્પરના ચાલક અને ક્લિનર સહિતના 6 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદે 14 લોકોનો લીધો ભોગ, આ રહ્યું લિસ્ટ

જેની બાદ મૃતક હર્ષદભાઇ પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમાચાર સાંભળીને પરિવારજનોમાં શોકમાં ગરકાવ થયા હતા.

આજે અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે, આ ઉપરાંત હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું સ્તર ઊંચું રહેશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે,.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button