મનોરંજન

સોશિયલ મીડિયા પર હજુ ચાલે છે ભારત-પાકિસ્તાન વચ્ચે ધમાસાણઃ આશી સિંહે માહિરા ખાનને ઝાટકી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલી અઘોષિત યુદ્ધ જેવી સ્થિતિ હાલમાં શાંત થઈ છે. બન્ને દેશએ સિઝફાયર માટે સહમતી દર્શાવતા લગભગ ગઈકાલથી માહોલ શાંત છે. સરહદો પર અને શહેરોમાં સરકાર અને સુરક્ષા તંત્ર એલર્ટ છે, પરંતુ હાલપૂરતી યુદ્ધની સ્થિતિ ટળી હોય તેમ લાગે છે.

જોકે સોશિયલ મીડિયા પર આ વૉર હજુ ચાલી રહી છે. એક તરફ 1971માં ઈન્દિરા ગાંધીએ શું કર્યું હતું તેની પોસ્ટ વાયરલ થઈ છે તો બીજી બાજુ લોકો પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો સાથે બન્ને દેશના ફિલ્મી સિતારા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી રહ્યા છે. પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ઑપરેશન સિંદૂર બાદ તેણે ભારતને કાયર કહેતા લોકો તેનાં પર તૂટી પડ્યા હતા ત્યારે ફરી તેણે ભારત વિશે એક નેગેટિવ પોસ્ટ લખી છે. તેની પોસ્ટનો જવાબ ટીવી અભિનેત્રી આશી સિંહે એવો તો કચકચાવીને આપ્યો છે કે તે ધૂમ વાયરલ થઈ રહ્યો છે.

માહિરાએ લખ્યું હતું કે તમે અડધી રાત્રે પાકિસ્તાનના શહેરો પર હુમલો કર્યો ને આને તમે વિજય કહો છો. પાકિસ્તાન વિરુ્ધ પુરાવા ન હોવા છતાં તેનો વિરોધ કરો છો. તેના જવાબમાં આશીએ પોસ્ટ કરી માહિરાને ઝાટકી નાખી છે. આશીએ લખ્યું છે કે જેણે ઓસામાને આશરો આપ્યો, 26-11ના આતંકીઓને ટ્રેઈન કર્યા, કારગીલ અને પુલવામા પર હુમલા કરાવ્યા તે દેશમાંથી તમે આવો છો અને પોતાની જાતને નિર્દોષ કહો છો. અમને લેક્ચર આપાવનું બંધ કરો અને તમારા દેશને સવાલ પૂછો. ભારત ક્યારેય યુદ્ધની ઉજવણી નથી કરતું. અમને ઉશ્કેરવામાં ન આવે તો અમે યુદ્ધ નથી કરતા. જય હિન્દ
આશીના આ જવાબ બાદ તેને ઘણા મેસેજ પાકિસ્તાન તરફથી આવી રહ્યા હતા જેમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી. આશીએ તેમને પણ જવાબ આપતો એક મેસેજ શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે મારા પાકિસ્તાની ફેન્સ. મને તમારી દયા આવે છે. એટલા માટે નહીં કે તમને પૂરતી માહિતી નથી, પરંતુ એટલા માટે કે તમે આવા જ રહેવાનું પસંદ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ ચલાવતા આવડે છે તો થોડું ગૂગલ ચલાવી સર્ચ કરી લો. તેણે ઈન્ટરનેશનલ મીડિયા પણ સર્ચ કરવાકહ્યું હતું.

આપણ વાંચો:  પાકિસ્તાનીઓ પ્રત્યે નફરત નથી: રણવીર અલ્લાહબાદિયાના નિવેદનથી વિવાદ…

માત્ર આશી જ નહીં ઘણા સેલિબ્રિટીએ પાકિસ્તાની સેલિબ્રિટીને ઝાટક્યા છે. ઑલ ઈન્ડિયા સિને વર્કસ એસોસિયેશને AICWAએ તમામ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં ફિલ્મ કરવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ભારતે પાકિસ્તાની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સહિત મોટાભાગની ચેનલો બંધ કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button