ભારત પાકિસ્તાન વચ્ચે ઘટેલા તણાવ બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયનું આપ્યું આ નિવેદન

વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટી રહ્યો છે. જેમાં ગત રાત્રે સરહદી વિસ્તારમાં શાંતિ હતી અને પાકિસ્તાને કોઈ હુમલો કર્યો નથી. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ વિરામની વાતચીત પર પર અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદન આપ્યું છે.
અમેરિકા સંઘર્ષને ટાળવા ટેકો આપવાનું ચાલુ રાખશે
અમેરિકાના વિદેશ મંત્રાલયે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, શાંતિનો માર્ગ પસંદ કરવામાં વડા પ્રધાન મોદી અને શરીફની સમજદારી, વિવેક અને રાજનીતિની અમે પ્રશંસા કરીએ છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી રુબિયોએ બંને દેશોને સંપૂર્ણ યુદ્ધવિરામ જાળવી રાખવા અને સીધી વાતચીતમાં જોડાવા વિનંતી કરી છે. ભવિષ્યના સંઘર્ષને ટાળવા માટે જરૂરી ચર્ચાઓને સરળ બનાવવા માટે અમેરિકા પોતાનો ટેકો આપવાનું ચાલુ રાખશે.
જમ્મુ-કાશ્મીર સરહદ પરના અન્ય વિસ્તારોમાં શાંતિ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘણી શાંતિ રહી છે અને પાકિસ્તાને કોઈ હિલચાલ કરી નથી. આ માહિતી ભારતીય સેના તરફથી મળી છે.
બંને દેશોના ડીજીએમઓ વચ્ચે આજે વાતચીત
જમ્મુ કાશ્મીરમાં ગત રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના અન્ય વિસ્તારોમાં એકદમ શાંતિપૂર્ણ રહી. કોઈ ઘટનાના સમાચાર નથી. શુક્રવારે સાંજે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયરના કરાર થયા હોવા છતાં પાકિસ્તાને શ્રીનગરમાં ડ્રોન હુમલા કર્યા હતા તેમ જ એલઓસી પર ફાયરિંગ થયું હતું. ત્યારે રવિવારે પહેલીવાર એવું બન્યું કે બંને દેશો વચ્ચે કોઈ ગોળીબાર કે અન્ય ઘર્ષણ ન થયું અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે આજે વાતચીત થવાની છે.
ભારતીય સેનાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રે કોઈ ઘટનાના સમાચાર નથી પહલગામ આતંકી હુમલા બાદ આ પહેલી શાંતિપૂર્ણ રાત હતી.
આ પણ વાંચો…..ડ્રેગનને રાહતઃ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડીને આટલા ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો