
ઢાકા: પહલગામના ઘાતક આતંકવાદી હુમલા પછી ભારતીય સશસ્ત્ર દળોના હાથે (ખાસ કરીને ભારતીય હવાઈ દળના હાથે) બેશરમ પાકિસ્તાને એટલો બધો માર ખાધો છે કે દેશમાં ખાનાખરાબી થઈ ગઈ છે. લાહોર, રાવલપિંડી સહિત અનેક શહેરો પાયમાલ થઈ ગયા છે એવામાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પોતાની ક્રિકેટ ટીમને અગાઉ નક્કી થયા મુજબની ટી-20 સિરીઝ રમવા પાકિસ્તાન મોકલવી કે નહીં એની દ્વિધામાં છે.
પાકિસ્તાન લશ્કરની હરકતોને કારણે ભારત સાથેની સરહદ પર હજી પણ તંગદિલી છે એટલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે શ્રેણીની બાબતમાં ચર્ચા ચાલુ રાખી છે.
બાંગ્લાદેશ ઈચ્છે છે કે તેના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના મેમ્બર્સની પૂરેપૂરી સલામતી (SECURITY) પાકિસ્તાનમાં રહે.
અગાઉ નક્કી થયેલા શેડ્યૂલ મુજબ બાંગ્લાદેશની ટીમ લાહોર અને ફૈસલાબાદમાં પાકિસ્તાન સામે કુલ મળીને પાંચ મૅચની ટી-20 સિરીઝ (T20 SERIES) રમવાની છે.
જોકે બીસીબીના એક અધિકારીએ જણાવ્યું છે કે ‘ અમારા ખેલાડીઓની સલામતી અમારા માટે સર્વોત્તમ મુદ્દો છે અને રહેશે.’ ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ભારત સાથે યુદ્ધ છેડવાનું પાકિસ્તાને દુ:સાહસ કર્યું એને પગલે ખૂબ પીસીબીએ પોતાની પાકિસ્તાન સુપર લીગ (પીએસસેલ) મોકૂફ રાખવી પડી હતી. પીસીબીએ બાકીની પીએસએલને દુબઈમાં રાખવા યુએઈને વિનંતી કરી હતી, પરંતુ યુએઈએ એ વિનંતી ફગાવી દીધી હતી.
આપણ વાંચો: વિરાટ કોહલીએ ભાવનાત્મક પોસ્ટ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
પાકિસ્તાનમાં પીએસએલની એ ગોઝારી ટૂરનો બાંગ્લાદેશના ખેલાડી રિશાદ હોસૈનને કડવો અનુભવ થયો છે. યુદ્ધને પગલે રિશાદે અન્ય વિદેશી ખેલાડીઓ સાથે જઈને પાકિસ્તાનથી દુબઈ જતા રહેવું પડ્યું હતું, તેની સાથે ઇંગ્લેન્ડનો ક્રિકેટર ટૉમ કરૅન પણ હતો જે પાકિસ્તાન ઍરપોર્ટ છોડ્યા પછી યુદ્ધના ગભરાટને કારણે રડી પડ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર ડેરિલ મિચલે તો રિશાદને ત્યાં સુધી કહ્યું હતું કે તે હવે પછી ક્યારેય પાકિસ્તાન નહીં જાય.
બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન સામેની સિરીઝ પહેલાં યુએઈ સામે બે ટી-20 મૅચ રમવા દુબઈ જવાની છે. આ બે મૅચ 17 અને 19 મેએ રમાશે.