ભારતના વિદેશ સચિવને યુદ્ધ વિરામ અંગે ટ્રોલ કરવા અયોગ્ય,સમર્થનમાં આવ્યા રાજદ્વારી અને નેતાઓ

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ અને ઓપરેશન સિંદૂર પર જાણકારી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરી પર ઓનલાઇન ટ્રોલિંગનો શિકાર બન્યા હતા. તેવા સમયે અનેક રાજદ્વારીઓ અને નેતાઓ તેમના સમર્થન આવ્યા હતા. તેમજ આવા ટ્રોલ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી.
ખૂબ જ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી
જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામની જાહેરાત થઇ હતી. જોકે, યુદ્ધવિરામ અંગે આગામી DGMO સ્તરની વાતચીત 12 મેના થવાની હતી. ત્યારે યુદ્ધવિરામ અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરી વિરુદ્ધ ખૂબ જ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતું. જેના લીધે તેમણે એક્સ એકાઉન્ટ પ્રાઈવેટ કરવાની ફરજ પડી હતી.
આ સમયે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી ઉપરાંત વરિષ્ઠ રાજદ્વારી નિરુપમા મેનન રાવે તેને અત્યંત શરમજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આપણે આપણા રાજદ્વારીઓને સાથે રહેવું જોઇએ અને એકતા પ્રદર્શિત કરવી જોઇએ.
વિક્રમ મિસરીના ટ્રોલિંગને અત્યંત શરમજનક ગણાવ્યું
આ અંગે ભૂતપૂર્વ વિદેશ સચિવ નિરુપમા મેનને વિક્રમ મિસરીના ટ્રોલિંગને અત્યંત શરમજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ શિષ્ટાચારની દરેક હદ પાર કરે છે. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત પર વિદેશ સચિવ વિક્રમ મિસરી અને તેમના પરિવારને ટ્રોલ કરવા એ ખૂબ જ શરમજનક છે. એક સમર્પિત રાજદ્વારી મિસરીએ વ્યાવસાયિકતા અને દૃઢ નિશ્ચય સાથે ભારતની સેવા કરી છે. તેમણે પોતાની ભૂતપૂર્વ પોસ્ટમાં લખ્યું, ‘આ ઝેરી નફરત બંધ થવી જોઈએ.’ આપણે આપણા રાજદ્વારીઓની સાથે એકતા પ્રદર્શિત કરવી જોઇએ. તેમને વિભાજીત ન કરવા જોઈએ.
આપણા દેશ માટે અથાક મહેનત કરી રહ્યા છે
જ્યારે AIMIM ના વડા ઓવૈસીએ પણ મિસરીને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે વિક્રમ મિસરી એક શિષ્ટ, પ્રામાણિક, મહેનતુ રાજદ્વારી છે જે આપણા દેશ માટે અથાક મહેનત કરી રહ્યા છે. આપણા સનદી કર્મચારીઓ કારોબારી હેઠળ કામ કરે છે. રાજકીય નેતૃત્વ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો માટે તેમને દોષિત ઠેરવવા યોગ્ય નથી.
પોસ્ટ કરનારાઓ સામે કડક એકશન લેવા જોઈએ : અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, આવા નિવેદનો દેશ માટે દિવસ-રાત સમર્પિત કામ કરતા પ્રામાણિક અધિકારીઓનું મનોબળ ઘટાડી દે છે. નિર્ણયો લેવાની જવાબદારી સરકારની છે, વ્યક્તિગત અધિકારીઓની નહીં. કેટલાક અસામાજિક ગુનેગાર તત્વો ખુલ્લેઆમ અધિકારી અને તેમના પરિવાર સામે અપશબ્દો બોલવાની બધી હદો પાર કરી રહ્યા છે. આવી આયોગ્ય પોસ્ટ કરનારાઓ સામે કડક એકશન લેવા જોઈએ.
આ પણ વાંચો…..કરાચી પોર્ટ પર હુમલો કરવા અંગે હવે નૌકાદળે કર્યો મોટો ખુલાસો…