ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું બૉમ્બ ફોડવાના છે? પોતે જ ટ્વીટ કરી જાહેરાત કરી છે કે…

વૉશિંગન્ટ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો (Donald Trump) કાર્યકાળ ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે હવે ફરી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે કે તેઓ એક મોટો એક્ઝિક્યુટિવ ઓર્ડર (Executive Order) સાઈન કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે તેઓ આગામી 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી પોસ્ટ કરશે, જેના કારણે આ ઓર્ડરને લઈને અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં જિજ્ઞાસા વધી છે.

દવાઓની કિંમત 80 ટકા સુધી ઘટશે
આ પોસ્ટ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરશે, જેના વિશે તેમનો દાવો છે કે તેનાથી દવાઓની કિંમત લગભગ તરત જ 80 ટકા સુધી ઘટી જશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જે આદેશ પર સોમવારે હસ્તાક્ષર કરવામાં આવવાના છે તે સૌથી પસંદગી રાષ્ટ્ર નીતિ સ્થાપિત કરશે. જેનાં હેઠળ અમેરિકા અન્ય દેશો દ્વારા ચૂકવવામાં આવતા ન્યૂનતમ દરની બરાબર કિંમતે દવાઓ ખરીદશે.

કઈ રીતે કરશે અમલવારી?
પરંતુ ટ્રમ્પ તેમની આ યોજનાને કેવી રીતે અમલમાં મૂકશે અથવા આટલી ઝડપથી બચત કેવી રીતે પ્રાપ્ત કરશે તે અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. અહેવાલ અનુસાર વ્હાઇટ હાઉસ મેડિકેર ફેડરલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ દ્વારા ખરીદવામાં આવેલી દવાઓ પર છૂટ આપવાની યોજના ઘડી રહ્યું છે.

આપણ વાંચો:  છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12 ઘાયલ

ટ્રમ્પ માટે મહત્વપૂર્ણ છે આ ઓર્ડર
ટ્રમ્પનાં આ પ્રસ્તાવનો દવા ઉદ્યોગ દ્વારા આકરા વિરોધનો સામનો થશે. આ આદેશ એટલા માટે પણ મહત્વનો છે કે કારણ કે આ આદેશને ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન અપનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પસાર થઈ શક્યો ન હતો. તેમણે તેમના રાષ્ટ્રપતિ પદના છેલ્લા અઠવાડિયામાં આવા જ પ્રકારના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ બાદમાં કોર્ટના આદેશથી બાઈડેન વહીવટીતંત્ર હેઠળ આ નિયમ લાગુ થતો અટકાવવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button