
જેસલમેર: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રાજસ્થાન જેસલમેર અને બાડમેર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે આજે રાત્રે 7.30 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. બાડમેરમાં ડ્રોન ગતિવિધિઓ જોવા મળી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચનામાં તમામ રહેવાસીઓને આ સમયગાળા દરમિયાન તેમના ઘરો અને આસપાસના વિસ્તારોની તમામ લાઈટો બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે.
નાગરિકોને ઘરમાં રહેવા અપીલ
જિલ્લા વહીવટી તંત્રના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે સાવચેતીના ભાગ રૂપે આજે સાંજે 7.30 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવે છે. દરેક વ્યક્તિએ પોતાના ઘર અને આસપાસના વિસ્તારોની લાઈટો બંધ રાખવી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે સુરક્ષા પ્રોટોકોલના ભાગ રૂપે જેસલમેર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
પંજાબમાં આવતીકાલથી શાળાઓ ખુલશે
પંજાબમાં સોમવાર, 12 મે, 2025 થી, પંજાબની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ રાબેતા મુજબ ખુલશે. શિક્ષણ પ્રધાન હરજોત સિંહ બેન્સે જણાવ્યું હતું કે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિત વર્ગો યોજાશે અને પરીક્ષાઓ પણ પહેલાથી જ જાહેર કરાયેલા સમયપત્રક મુજબ લેવામાં આવશે. તેમણે કહ્યું કે અમને અમારા બહાદુર સૈનિકોની બહાદુરી પર ખૂબ ગર્વ છે.