પાકિસ્તાનીઓ પ્રત્યે નફરત નથી: રણવીર અલ્લાહબાદિયાના નિવેદનથી વિવાદ…

મુંબઈઃ લાગે છે આજકાલ, રણવીર અલ્લાહબાદિયાને વિવાદો સાથે પ્રેમ થઇ ગયો છે. એ સામે ચડીને વિવાદોને આવકારે છે. હજી તો માંડ ઈન્ડિયાઝ હોટ લેટન્ટનો વિવાદ શમ્યો નથી ત્યાં તેણે ફરીથી ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષ વચ્ચે રણવીર અલ્લાહબાદિયા ઉર્ફે બીયર બાયસેપ્સની તાજેતરની ટિપ્પણી બદલ ઇન્ટરનેટ પર તેના ઉપર ટીકાસ્ત્રો વરસી રહ્યા છે. રણવીરે હવે ડિલિટ કરી નાખેલી પોતાની પોસ્ટમાં ‘પાકિસ્તાનના ભાઈઓ અને બહેનો’ને સંબોધિત કર્યા હતા જેમને તેણે કહ્યું હતું કે પોતે તેમને નફરત કરતો નથી.
વાત એમ બની કે, રણવીરે લખ્યું, “પ્રિય પાકિસ્તાનીએ મને આ માટે ઘણા ભારતીયો તરફથી નફરત મળશે, પરંતુ એ કહેવું મહત્વપૂર્ણ છે. ઘણા ભારતીયોની જેમ મારા હૃદયમાં તમારા માટે નફરત નથી. આપણામાંથી ઘણા લોકો શાંતિ ઇચ્છે છે. જ્યારે પણ અમે પાકિસ્તાનીઓને મળીએ છીએ, ત્યારે તમે હંમેશા પ્રેમથી અમારું સ્વાગત કરો છો. પણ…”
તેણે આગળ લખ્યું, તમારો દેશ સરકાર દ્વારા ચલાવવામાં આવતો નથી. તે તમારા લશ્કર અને તમારી ગુપ્ત સેવા (આઈએસઆઈ) દ્વારા ચલાવવામાં આવે છે. સરેરાશ પાકિસ્તાની આ બે સંસ્થાઓ કરતાં ઘણો અલગ છે. સામાન્ય પાકિસ્તાની લોકોના હૃદયમાં શાંતિ અને સમૃદ્ધિના સપના હોય છે. આ બે ખલનાયકોએ સ્વતંત્રતા પછી તમારી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે પણ તેઓ સતત જવાબદાર રહ્યા છે.
પુરાવો ૧: વર્ષોથી પકડાયેલા બધા આતંકવાદી મૂળ પાકિસ્તાનના છે.

પુરાવો ૨: તમારા લશ્કરી નેતાઓએ જૈશ-એ-મોહમ્મદના વડાના ભાઈ હાફિઝ અબ્દુર રઉફ દ્વારા આયોજિત રાજકીય અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

પુરાવો ૩: તમારા સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમાં સ્કાય ન્યૂઝ પર રાજ્ય પ્રાયોજિત આતંકવાદની કબૂલાત કરી. પણ મને તમારી ચિંતા છે, તેમની નહીં. એટલા માટે…
દિલથી માફી માંગુ છું જો લાગતું હોય કે અમે નફરત ફેલાવીએ છીએ. પણ ભારતીય અને પાકિસ્તાની બંને મીડિયા (ન્યૂઝ ચેનલો) હાલમાં જુઠાણા ફેલાવી રહ્યા છે. આપણી મોટાભાગની વસ્તી સરહદ નજીક નિર્દોષો માટે શાંતિ ઇચ્છે છે. પરંતુ ભારત પાકિસ્તાની સૈન્ય અને આઈએસઆઈના રાજ્ય પ્રાયોજિત આતંકવાદનો પણ અંત લાવવા માંગે છે,” તેણે એમ પણ ઉમેર્યું.
તેણે વાતનો અંત એમ કહીને કર્યો: “એક છેલ્લી વાત… આ ભારતીય લોકો વિરુદ્ધ પાકિસ્તાની લોકો નથી.” આ છે: ભારત વિરુદ્ધ પાકિસ્તાની સૈન્ય અને આઈએસઆઈ. આશા છે કે લાંબા ગાળે શાંતિ સ્થપાય, ઇન્શાઅલ્લાહ.
લોકો તેના પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે રણવીર અલ્લાહબાદિયા @BeerBicepsGuy ભારતમાં પૈસા કમાઈ રહ્યો છે, ભારતીય દર્શકોનો ઉપયોગ કરી રહ્યો છે અને પાકિસ્તાનની જિંદગી માટે રડી રહ્યો છે. ભારત સરકારે તેને પાકિસ્તાન મોકલીને મદદ કરવી જોઈએ. જે લોકો ભારત સાથે ઊભા રહી શકતા નથી, કારણ કે આપણા લોકો દેશદ્રોહી છે.”
બીજા એક યુઝરે લખ્યું કે “એક વાર ગાળ ખાઈને પણ આ ન સુધર્યો” અન્ય એક યુઝરે લખ્યું, “ઇન્સ્ટા પર બીયરબાઈસેપ્સ દ્વારા પોસ્ટ કરાયેલ નવીનતમ સામગ્રી વાંચો.. પહેલા રણવીર અલ્લાહબાદિયા પર ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ! (sic)” બીજા એ યુઝરે લખ્યું કે સોશિયલ મીડિયા પર ડીલીટ કરેલી પોસ્ટમાં રણવીરે પ્રિય પાકિસ્તાની જનતા (હકીકતમાં તેણે પ્રિય પાકિસ્તાન લખ્યું હતું) તેને ખબર છે કે આનાથી વિવાદ થશે અને લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાશે.
આપણ વાંચો : વિવાદાસ્પદ ટિપ્પણી કરીને મેં‘ભૂલ’કરી: અલાહાબાદિયાની પોલીસ સમક્ષ કબૂલાત