IPL 2025

પ્રીટિ ઝિન્ટાએ હજારો પ્રેક્ષકોની માફી માગ્યા પછી કહ્યું, `થૅન્ક યૂ, થૅન્ક યૂ, થૅન્ક યૂ’…

નવી દિલ્હીઃ આઠમી મેએ ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ વધી જતાં હિમાચલ પ્રદેશના ધરમશાલામાં આઇપીએલ (IPL-2025)ની પંજાબ-દિલ્હી (PBKS-DC) વચ્ચેની મૅચ અધવચ્ચેથી અટકાવી દેવાઈ ત્યારે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ તેમ જ અધિકારીઓને અને ખાસ કરીને 25,000 પ્રેક્ષકોની સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્ત્વનો હતો અને એમાં સત્તાવાળાઓએ સૌને સલામતી પૂરી પાડીને સહજતાપૂર્વક તેમના નિયત સ્થળે પહોંચાડવા માટેની સફળ વ્યવસ્થા કરી એ બદલ પંજાબના ફ્રૅન્ચાઇઝીની સહ-માલિક પ્રીટિ ઝિન્ટા (PRIETY ZINTA)એ તમામ અધિકારીઓનો અને પ્રેક્ષકોનો તેમ જ વ્યક્તિગત રીતે આઇસીસીના ચીફ અને બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહ, ભારતીય રેલવે અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આઇપીએલના ચીફ અરુણ ધુમાલ, બીસીસીઆઇ તેમ જ પંજાબની ટીમના સીઇઓ સતીષ મેનનનો પણ આભાર માન્યો હતો.

https://twitter.com/realpreityzinta/status/1921483288117485613

પ્રીટિ ઝિન્ટાએ કહ્યું હતું કે બિગ થૅન્ક યૂ ટુ જય શાહ ઍન્ડ અરુણ ધુમાલ. તમારા માર્ગદર્શનમાં અને અન્ય અધિકારીઓની દેખરેખમાં બધુ સુખરૂપ પાર પડી ગયું.’ ઝિન્ટાએ ખાસ કરીને પ્રેક્ષકોનો આભાર માનતા કહ્યું હતું કેધરમશાલાના સ્ટેડિયમમાં પંજાબ-દિલ્હીની મૅચ જોવા આવેલા તમામ પ્રેક્ષકોનો હું આભાર માનું છું અને ખાસ કરીને બધાને સ્ટેડિયમમાંથી બહાર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે શાંતિ જાળવવા બદલ તમારો ધન્યવાદ. વિશેષ તો એવું કહેવા માગું છું કે તમે બધા અણધારી પરિસ્થિતિમાં ગભરાયા નહીં અને નાસભાગ જેવી કોઈ જ આપત્તિ ન થઈ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારા માટે તમે બધા રૉક સ્ટાર્સ છો.’

BCCI

ઝિન્ટાએ પ્રેક્ષકોની પહેલા તો માફી માગી હતી જેમાં તેણે કહ્યું હતું કે ` એ દિવસે કોઈને મારો અભિગમ ઉદ્ધતાઈભર્યો લાગ્યો હોય તો અને ત્યારે મેં કોઈને મારી સાથે ફોટો ન પાડવા દીધો એ બદલ હું માફી માગું છું. જોકે ત્યારે એકેએક જણની સલામતી સૌથી મોટો પ્રશ્ન હતો અને દરેક વ્યક્તિ સલામત રહે એ જોવાની મારી ફરજ અને જવાબદારી હતી.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button