મનોરંજન

રાવણ પર તીર ચલાવવા ગયેલી કંગના પર નેટિઝન્સ ચાલવી રહ્યા છે ટીકાસ્ત્રો

સોશિયલ મીડિયા તમને આસમાને બેસાડી શકે છે તો તમારી એક ભૂલ તમને ધૂળ ચાટતા પણ કીર દે. તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવ તો તમારે બન્ને માટે તૈયાર રહેવું પડે. બહુબોલકી અભિનેત્રી કંગના રણૌત હાલમાં સહન કરી રહી છે નેટિઝન્સની ટીકાઓના બાણ. એ એટલા માટે કે તેને તીરકાંમઠા ચલાવવાનુ ભારે પડી ગયું. બોલીવુડ ક્વીન કંગના રનૌતે પોતાની ફિલ્મ ‘તેજસ’ના રિલીઝ પહેલા એક મોટો ઈતિહાસ રચી દીધો છે એક્ટ્રેસે દિલ્હીના પ્રસિદ્ધ લવ કુશ રામલીલામાં રાવણ દહન કરવા ગઈ હતી. કંગના 50 વર્ષના ઈતિહાસમાં રાવણ દહન કરનારી પ્રથમ મહિલા બની ગઈ પણ તેની એક ભૂલ કે અનાવડત તેને ભારે પડી ગઈ.

મંગળવારે દિલ્હીમાં આયોજિત લવ કુશ રામલીલામાં રાવણ દહન માટે બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. એકટ્રેસનો રાવણનો વધ કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે બાણ ચલાવતી નજર આવી રહી છે. જોકે, આ દરમિયાન તે ત્રણ નિશાન ચૂકી જાય છે. વીડિયોમાં કંગના જય શ્રી રામના નારા લગાવતા બાણ પકડતી નજર આવી રહી છે. તે ત્રણ વાર તીર ફેંકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ત્રણેય વખત નિષ્ફળ રહે છે. ત્યારબાદ કમિટિનો એક સભ્ય તેને તીર ચલાવવામાં મદદ કરે છે અને રાવણનું દહન કરે છે. લાલચટ્ટક સાડીમાં ભારતીય પરિધાન સાથે ગયેલી કંગનાના તીર નિશાના પર ન લાગતે હવે તે નિશાન બની ગઈ છે.

હવે આ વીડિયો સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું – ‘બાણ ચલે ન ચલે પર નવાબી ન ઘટે’. બીજા એક યૂઝરે લખ્યું- ‘રિલ લાઈફ કંગના વર્સેસ રિયલ લાઈફ કંગના..’ એ દાવો કરે છે કે, તે ટ્રોમ ક્રૂઝ કરતા પણ સારો સ્ટન્ટ કરે છે. હાહાહા..એક પણ નિશાન લાગ્યું. એક કંગનાની એક ફિલ્મનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં કંગના તીરકામઠાથી વાઘનો શિકાર કરતી બતાવાય છે.

વધુ એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું- ‘જુબાન ચલાને સે, તીર ચલાના કિતના આસાન હૈ.


ઠીક આ તીર ભલે નિશાન ચૂક્યું, પણ કંગનાની ફિલ્મ તેજસ આવનારા શુક્રવારે રીલિઝ થવાની છે ત્યારે તે બરાબર નિશાન પર લાગે તો બેડો પાર થઈ જાય કારણ કે અભિનેત્રીએ ઘણા કેટલાય સમયથી હીટ ફિલ્મ આપી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button