પોતાના જ રક્ષા પ્રધાન પર ભડકી મહિલા સાંસદ ઝરતાજ ગુલ! સંસદમાં સંભળાવી દીધી ખરીખોટી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને પોતાની દરેક હદો પાર કરી દીધી છે. યુદ્ધ વિરામનો ગણતરીના કલાકોમાં જ ભંગ કરી દીધો હતો. જેના કારણે વિશ્વભરમાં તેની નિંદા થઈ રહી છે. પરંતુ મહત્વનું એ છે કે, હવે તો ખૂદ પાકિસ્તાનના લોકો જ તેનો વિરોધ કરવા લાગ્યાં છે. અત્યારે ખ્વાજા મુહમ્મદ આસિફ પાકિસ્તાનના રક્ષા પ્રધાન છે. રક્ષા પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફને પાકિસ્તાની મીડિયા સહિત સાંસદો પણ ખરીખોટી સંભળાવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ખ્વાજા આસિફે માત્ર ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા નથી, પરંતુ તેમણે પોતાના નિવેદનોથી પાકિસ્તાનની સ્થિતિ પણ નાજૂક બની ગઈ છે, જેના કારણે પાકિસ્તાનીઓને ખ્વાજા આસિફ પર ભડકી રહ્યાં છે.
પાકિસ્તાનના રક્ષા પ્રધાન હવે બેજવાબદાર બની ગયાં છેઃ પાક. સાંસદ
પાકિસ્તાનની સંસદમાં એક મહિલા સાંસદ ઝરતાજ ગુલે પાકિસ્તાની રક્ષા પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફને ખરીખોટી સંભળાવી છે. મહિલા સાંસદ ઝરતાજ ગુલે કહ્યું કે, પાકિસ્તાનના રક્ષા પ્રધાનનું વલણ હવે પાકિસ્તાન પ્રત્યે જવાબદાર રહ્યું નથી, તેઓ હવે બેજવાબદાર બની ગયાં છે. ઝરતાજ ગુલે એવું પણ કહ્યું કે, ‘જો કોઈને અંગ્રેજી ન આવડતું હોય તો તેણે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પશ્ચિમી દેશોમાં ન જવું જોઈએ’. એક રીતે જોવા જઈએ તો પાકિસ્તાનના રક્ષા પ્રધાને પોતાની જાતે જ પાકિસ્તાનને બદનામ કરી રહ્યાં છે.
દબાણ સહન નથી કરી શકતા તો વિદેશ ના જાઓઃ ઝરતાજ ગુલ
મહિલા સાંસદ ઝરતાજ ગુલે સંસદમાં એવું પણ કહ્યું કે, જ્યારે તમે દબાણ સહન કરી શકતા નથી, તો તમારે વિદેશ ન જવું જોઈએ. પાકિસ્તાની રક્ષા પ્રધાને યુએનમાં આપેલા નિવેદનની ભારે આલોચના કરી હતી. ઝરતાજે રક્ષા પ્રધાનને કહ્યું કે, તમે દેશ વિશે નહીં પરંતુ પાડોશી દેશના પ્રોપેગેન્ડાને આગળ વધારી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, પાકિસ્તાની રક્ષા પ્રધાન આ પહેલા પણ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યાં છે. ઝરતાજે પાકિસ્તાની સરકારને કહ્યું કે, પાકિસ્તાનનો પક્ષ રજૂ કરવા માટે ખ્વાઝા આસિફ કરતાં વધુ શિક્ષિત લોકો છે. સરકારે તેને વિદેશ મોકલી દેવા જોઈતા હતા.
પાકિસ્તાનની હાલત અત્યારે બદથી બત્તર થઈ
પાકિસ્તાન અત્યારે ભારત સાથે તો યુદ્ધ કરી રહ્યું છે, પરંતુ તે દેશ અંદર પણ વિખવાદ ચાલી રહ્યો છે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાનમાં સત્તા સરકાર પાસે નહીં પરંતુ ત્યાની નાપાક આર્મી પાસે છે. જેથી સરકાર તો માત્ર નામ પૂરતી હોય તેવું જ લાગે છે. કદાચ એટલા માટે જ પાકિસ્તાનની હાલત અત્યારે બદથી બત્તર થઈ ગઈ છે. તેવામાં હવે તો બલુચિસ્તાન પણ પાકિસ્તાનથી આઝાદ થવા માટે લડાઈ લડી રહ્યું છે.