નેશનલ

દિલ્હીમાં વધતાં પ્રદૂષણને ધ્યાનમાં લઇ DMRCનો મહત્વનો નિર્ણય: મેટ્રોના 40 ફેરા વધારવામાં આવ્યા

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણ વધતાં જ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અંતર્ગત અલગ-અલગ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત DMRCએ મંગળવારે કહ્યું કે, દિલ્હી મેટ્રો 25 ઓક્ટોબરથી વીકડેઝમાં એટલે કે સોમવારથી શુક્રવાર સુધી 40 ફેરા વધુ કરશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય દેશની રાજધાનીમાં વધી રહેલ પ્રદૂષણને ડામવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-2 લાગુ થયાના થોડાં દિવસો બાદ લેવામાં આવ્યો છે. DMRCએ એક નિવેદનમાં કહ્યું કે, દિલ્હી મેટ્રો બુધવારથી તેના નેટવર્ક પર અઠવાડિયામાં સોમવાર થી શુક્રવાર દરમીયાન 40 ફેરા વધુ કરશે. દિલ્હી એનસીઆરમાં મુસાફરો સાર્વજનીક પરિવહનનો વધુ ઉપયોગ કરે તે હેતુથી મેટ્રોના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કે દિલ્હીના પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે. સીઝનની પહેલી સૌછી ખરાબ આબોહવા સોમાવરે હતી. તેથી દિલ્હીમાં વધી રહેલ પ્રદૂ૤ણને ઓછું કરવા માટે અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યાં છે.


દિલ્હીમાં GRAPનું બીજુ ચરણ લાગૂ થઇ ગયું છે. ત્યારે એમસીડીનો પાર્કિંગ ચાર્જ વધારવાનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે. 27મી ઓક્ટોબરના રોજ યોજાનાર દિલ્હી નગર નિગમની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જોકે આ પાર્કિંગ ચાર્જ કેટલો વધારવામાં આવશે તે અંગે કોઇ ખૂલાસો કરવામાં આવ્યો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button