ટોપ ન્યૂઝનેશનલ

ભારતે અમારા પર યુદ્ધ થોપી દીધું છે પાકિસ્તાનની બેશરમી તો જુઓ…

નવી દિલ્હી: ભારત સાથે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ ના વાયદા કર્યા ના ત્રણ જ કલાકમાં પાકિસ્તાને પોતાનો અસલી રંગ બતાવી કાશ્મીરમાં યુદ્ધ વિરામ ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે દેશના અન્ય ભાગોમાં પણ ડ્રોન દ્વારા હુમલો કર્યો છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દોષનો ટોપલો ભારત માથે નાખી રહ્યા છે. શરીફ એ પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ મળેલી માહિતી અનુસાર તેમણે રાષ્ટ્રપતિને જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન માથે યુદ્ધ થોપી દીધું છે.

આ મામલે હજુ વિશેષ માહિતી મળી નથી વધુ વિગત માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button