
નવી દિલ્હી: ગઈ કાલે પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. આજે રાત્રે પાકિસ્તાને ફરી ભારતીય ક્ષેત્રો તરફ ડ્રોન્સ છોડ્યા છે. અહેવાલ મુજબ પંજાબના ફિરોઝપુરના એક રહેણાંક વિસ્તારમાં ડ્રોન હુમલામાં જેમાં એક પરિવાર ઘાયલ થયો છે અહેવાલ મુજબ એક ગામમાં પાર્ક કરેલી કાર પર સળગતો કાટમાળ પડતાં આગ ફાટી નીકળી હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે.
ફિરોઝપુર-ફાઝિલ્કા રોડ પર ફિરોઝપુરથી લગભગ 12 કિમી દૂર આવેલા ખાઈ ફેમે કી ગામમાં આ ઘટના બની હતો. અહેવાલ મુજબ પાર્ક કરેલી કાર પર સળગતો કાટમાળ પડ્યો હતો, ત્યાર બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં, એક પશુને પણ ઈજા થઈ હતી. એક ખાનગી હોસ્પિટલે પુષ્ટિ આપી કે ગામના ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ છે.
રાજસ્થાનમાં ડ્રોન્સ તોડી પડાયા:
રાજસ્થાનના પોખરણ અને જેસલમેરમાં, પાકિસ્તાન તરફથી 30 મિનિટના સમયગાળામાં બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા. પહેલો હુમલો લગભગ 8:28 વાગ્યે થયો હતો, ત્યારબાદ બીજો હુમલો રાત્રે 9:02 વાગ્યે થયો હતો. બાડમેરમાં રાત્રે 9:30 વાગ્યે વધુ બે ડ્રોન હુમલા થયા હતાં. એક હુમલામાં ઉત્તરલિયા એરબેઝ સ્ટેશન નજીકના વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યારે બીજો હુમલો જસ્સી લશ્કરી છાવણી નજીક થયો હતો. ભારતે આ ડ્રોન હુમલો નિષ્ફળ બનાવ્યો હતો.
આપણ વાંચો : ભારતનું આગળનું પગલું શું હશે! વડાપ્રધાન મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી…