નેશનલ

ઉડ્ડયન મંત્રાલયનો મોટો નિર્ણય; 24 એરપોર્ટ આ તારીખ સુધી બંધ રહેશે

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીએ ભારતના મીનીસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન(MCA)એ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે દેશભરના 24 એરપોર્ટ 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી બંધ રાખવાનો નિણર્ય કર્યો છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પુષ્ટિ કરી હતી કે અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, એરલાઇન્સ અને એરપોર્ટ અધિકારીઓને તેના વિશે જાણ કરવામાં આવી છે.

ઘણી એરલાઇન્સે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. એરલાઈન્સે મુસાફરોને એરપોર્ટ બંધ થવા અને સુરક્ષા પ્રોટોકોલમાં વધારો કરવા અંગે અપડેટ રહેવા જણાવ્યું છે.

આપણ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતમાં આરોગ્ય તંત્ર એલર્ટ, હોસ્પિટલના તકેદારી માટે આપ્યા આદેશો…

ઇન્ડિગો એરલાઇન્સનું એડવાઈઝરી:

ઇન્ડિગો એરલાઇન્સે તેમના નિવેદનમાં જણાવ્યું કે સંબંધિત અધિકારીઓના તાજેતરના નિર્દેશો અનુસાર, એરપોર્ટ કામચલાઉ બંધ થવાને કારણે નીચેના સ્થળોએ જતી અને આવતી બધી ફ્લાઇટ્સ 15 મે સવારે 5.29 વાગ્યા સુધી રદ રહેશે.

શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાળા, બિકાનેર, રાજકોટ, જોધપુર અને કિશનગઢ એરપોર્ટ 15 મે સુધી બંધ રહેશે. આ સાવચેતીના પગલાં તમારી સલામતી અને સુરક્ષાને અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે.

આપણ વાંચો: ભારત અને પાકિસ્તાનના તનાવ વચ્ચે તુર્કીનું નેવલશીપ કરાચી પોર્ટ પહોંચ્યું!

એર ઇન્ડિયાએ શું કહ્યું?

X પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એર ઇન્ડિયાએ લખ્યું, “ભારતમાં અનેક એરપોર્ટ બંધ રહેવા અંગે ઉડ્ડયન અધિકારીઓની સૂચનાને પગલે, નીચેના સ્ટેશનો – જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢ, ભુજ, જામનગર અને રાજકોટ – થી જતી અને આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ 15 મેના રોજ 0529 કલાક IST સુધી રદ કરવામાં આવી રહી છે.

આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રિશેડ્યુલિંગ ચાર્જ પર એક વખતની ફી માફી અથવા ટિકિટ રદ પર સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

આ એરપોર્ટસ બંધ રશે:

પંજાબમાં અમૃતસર, લુધિયાણા, પટિયાલા, ભટિંડા, હલવારા અને પઠાણકોટ, હિમાચલ પ્રદેશમાં ભુંતર, શિમલા અને કાંગડા-ગગ્ગલ, કેન્દ્રશાસિત પ્રદેશમાં ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર અને જમ્મુ, લદ્દાખમાં લેહ, કિશનગઢ, જેસલમેર, જોધપુર અને બિકાનેર, ગુજરાતમાં પોરબંદર, કેશોદ, કંડલા અને ભુજ એરપોર્ટ બંધ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button