AICWAએ ફવાદ અને માહિરા પર લાઈફટાઈમ બેન લગાવ્યોઃ આ છે કારણ

મુંબઈઃ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને લીધે ત્રારત સતત ત્રસ્ત છે અને પહેલગામ હુમલા બાદ ભારતને નછૂટકે પાકિસ્તાન સામે તોપ તાકવી પડી તે જગત જાણે છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે કરેલા ઑપરેશન સિંદૂરની દરેક સ્તરે સરાહના થઈ છે, પરંતુ પાકિસ્તાની કલાકારોએ તેને વખોડતા ઑલ ઈન્ડિય સિને વર્કર્સ એસોસિયેશને લાલા આંખ કરી છે અને ફવાદ ખાન અને માહિરા ખાન પર લાઈફટાઈમ બેન લગાવ્યો છે.
ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન અને અભિનેતા ફવાદ ખાન દ્વારા આપવામાં આવેલા ભારત વિરોધી પોસ્ટની સખત નિંદા કરી છે. બંનેએ ખુલ્લેઆમ ભારતની ટીકા કરી અને દેશની રક્ષા માટે લેવામાં આવેલા પગલાં પર સવાલ ઉઠાવ્યા. માહિરા ખાને ભારતની લશ્કરી કાર્યવાહીને કાયર ગણાવી છે જ્યારે ફવાદ ખાને આતંકવાદની નિંદા કરવાને બદલે ભારતની ટીકા કરી છે. ભારતમાં ફિલ્મો દ્વારા પૈસા અને નામ કમાતા આ કલાકારોએ પોતાના દેશ દ્વારા ફેલાવવામાં આવતા આતચંકવાદ સામે બોલવાને બદલે ભારતે આતંકવાદ ખતમ કરવા માટે લીધેલા પગલાંની ટીકા કરી છે. લોકોએ પણ તેમની સામે રોષ વ્યક્ત કર્યો છે.
AICWA એ જણાવ્યું હતું કે ભારતમાં પાકિસ્તાની કલાકારો, ફિલ્મ નિર્માતાઓ અને ફાઇનાન્સરો પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરે છે. કોઈ પણ ભારતીય કલાકાર કોઈ પણ પાકિસ્તાની કલાકાર સાથે કામ કરશે નહીં, કે કોઈ પણ વૈશ્વિક પ્લેટફોર્મ તેમની સાથે શેર કરવામાં આવશે નહીં.
‘અબીર ગુલાલ’નો ઉલ્લેખ કરતા એસોસિએશને કહ્યું કે પુલવામા હુમલા છતાં ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનને કાસ્ટ કરવા બદલ AICWA ફિલ્મ ‘અબીર ગુલાલ’ના ફિલ્મ નિર્માતાઓ, નિર્માતાઓ અને કલાકારોની સખત નિંદા કરે છે. તે હુમલામાં ઘણા ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આવા ફિલ્મ નિર્માતાઓ શું સંદેશ આપવા માંગે છે? ફવાદ ફિલ્મના પ્રમોશન માટે ભારત પણ આવ્યો હતો. આપણે દેશની લાગણીઓનો અનાદર કરનારાને સાંખી લેવાશે નહીં. આ આપણા બહાદુર સૈનિકોના બલિદાનનું અપમાન છે.
આ પણ વાંચો સેલેબ્સ જેઓ ગ્લેમરની ચમકધમક છોડી અધ્યાત્મના રસ્તે ચાલી નીકળ્યા…
AICWA એ વધુમાં જણાવ્યું હતું કે, દુઃખદ છે કે ઘણી ભારતીય સંગીત કંપનીઓ હજુ પણ પાકિસ્તાની કલાકારોને પ્રોત્સાહન આપી રહી છે, તેમને સતત કામ અને પ્લેટફોર્મ આપી રહી છે.
AICWA આ કંપનીઓ અને વ્યક્તિઓને પાકિસ્તાની પ્રતિભાને ટેકો આપવાનું બંધ કરવા અને દેશની સાથે ઉભા રહેવા અપીલ કરે છે.
ઘણીવાર પાકિસ્તાની કલાકારોનો વિરોધ થયો છે. પહેલગામ હુમલા બાદ પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તરે પણ વિરોધ કર્યો હતો અને તેમને બોલીવૂડમનો હિસ્સો ન બનાવવા અપીલ કરી હતી.