નેશનલ

ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સાયબર એટેકની દહેશત, સરકારે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન નાસીપાસ થયું છે. ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. જેમાં ત્રણેય દળોએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. આ દરમિયાન ભારત પર સાયબર એટેકના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. હકીકતમાં ‘ડાન્સ ઓફ ધ હિલેરી’ નામની એક અજાણી લિંક લોકોને વોટ્સએપ, ઈમેલ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક ખતરનાક વાયરસ છે. જેના દ્વારા દુશ્મન દેશ ભારત પર સાયબર હુમલો કરવાનો ઇરાદો ધરાવે છે. કેન્દ્ર સરકારની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ નાણાં અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોને તેમની સાયબર સુરક્ષા મજબૂત બનાવવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

ડાન્સ ઓફ ધ હિલેરી નામથી લિંકથી સાયબર એટેકનો ખતરો

પાકિસ્તાન સ્થિત સાયબર ગુનેગારો અજાણ્યા નંબરો પરથી “ડાન્સ ઓફ ધ હિલેરી” વગેરે જેવા રમુજી વીડિયોના નામે યુઝર્સને ફાઇલો અથવા લિંક્સ મોકલી શકે છે. લોકોને ચેતવણી આપવામાં આવે છે કે આવી કોઈપણ લિંક અને ફાઇલો ન ખોલો. આના દ્વારા તમારા સ્માર્ટફોન અથવા પીસીને હેક કરી શકાય છે, જે દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે. આ ભારત પર સાયબર હુમલો છે. ફક્ત ડાન્સ ઓફ ધ હિલેરી નામની ફાઇલ જ નહીં, પરંતુ તમારે tasksche.exe ફોર્મેટની કોઈપણ ફાઇલ અથવા .exe ફોર્મેટની કોઈપણ ફાઇલ પર ટેપ કરવાની જરૂર નથી.

અજાણી લિંક કે ફાઇલ ખોલવી નહીં

બીજી તરફ, પાકિસ્તાન તરફથી અજાણ્યા નંબરો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ સાયબર હુમલો થઈ શકે છે. આવી સ્થિતિમાં, લોકોએ તેમના સોશિયલ મીડિયા જેમ કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ પર આવતી કોઈપણ અજાણી લિંક કે ફાઇલ ખોલવી નહીં. આના દ્વારા સાયબર હુમલો કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button