સ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (25-10-2023): આજ રાશિના જાતકો માટે આજનો બુધવાર રહેશે લકી, ગણેશજીની રહેશે અસીમ કૃપા

મેષ: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમારી યોજનાઓને કારણ તમને સારો લાભ થઇ શકશે. કાર્ય વીસ્તાર પર તમારું સંપુર્ણ ધ્યાન રહેશે. નોકરીયાત વર્ગ જો કોઇ સારી ઉપલબ્ધીની રાહ જોઇ રહ્યાં છે તો આજે સારો મોકો મળી શકશે. તમારી આર્થિક સ્થિતી સુધરશે. કોઇ પણ સરકારી કામમા તેના નિતી નિયમો પર ધ્યાન આપજો. નહીં તો કોઇ ખોટી જગ્યાએ સહી થિ જશે.તમને મિત્રોનો સાથ મળશે. આવક વધતા આનંદ થશે.

વૃષભ: વેપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમારા મનની કોઇ ઇચ્છા પૂર્ણ થતાં તમે પસન્ન રહેશો. તમને જો કોઇ શુભ સમાચાર સાંભળવા મળે તો તેને ગુપ્ત રાખજો. તમારો પ્રભાવ અને પ્રતિભા વધશે. હરવા ફરવા દરમીયાન તમને કોઇ મહત્વની જાણકારી મળશે. જો તમે કોઇને પૈસા ઉધાર આપશો તો તે પાછા મળી જશે.

મિથુન: આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટીએ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રે સૂઝબૂઝ વાપરની કામ કરવું હિતાવહ છે. સહાકર્યનો ભાવ રહેશે. વ્યવસાયીક શિક્ષણ પર તમારું વિશેષ ધ્યાન રહેશે. તમે કોઇ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઇ શકશો. માતાને આંખો સંબંધીત કોઇ તકલીફ થઇ શકે છે જેને તમે નજર અંદાજ ના કરતાં.

કર્ક: આજના દિવસે વાણી અને વેપાર પર નિયંત્રણ રાખજો. તમે પ્રેમ અને સ્નેહથી આગળ વધશો. બહારના લોકોની વાતોમાં ના આવતાં નહીં તો તમને નૂકસાન થઇ શકે છે. ઘર અને પરિવારમાં કોઇ મંગળ કાર્ય થશે. ખર્ચા પર કાબૂ રાખજો. નહીં તો સમસ્યા થઇ શકે છે. તમને તમારા પરિવારના સભ્ય પાસેથી કોઇ ભેટવસ્તુ મળી શકે છે.

સિંહ: આજનો દિવસ વેપારીઓ માટે ઉત્તમ રહેશે. વ્યવસાયમા નફો થતો દેખાશે. તમે તમારા રોજીંદા કામોમાં બદલ ના કરતાં. નહીં તો સમસ્યા આવી શકે છે. સકારાત્મકતાનો સંપૂર્ણ લાભ ઉઠાવજો. મનની કોઇ ઇચ્છા પૂર્ણ થતાં તમે પ્રસન્ન રહેશો. જો તમે કોઇ કામમાં ઇનિશિએટીવ લેશો તો લોકોને તે વાત ખૂબ ખરાબ લાગશે. તમારા પ્રભાવી પ્રયાસો સફળ રહેશે. માન-સન્માન વધશે. તમારા જરુરી કામો પર ધ્યાન આપજો.

કન્યા: આજે કોઇ પણ કામ ઉતાવળે ના કરતાં. તમે ક્યાંક ફરવા જવાનું પ્લાનીંગ કરી શકશો. નજીકના લોકોનો સાથઅને સહકાર મળી રહેશે. કાર્યક્ષેત્રે ભૂલો કરવાનું ટાળજો. જો તમે કોઇને સાથે પણ ચર્ચામાં પડશો તો તેનાથી તમને નૂકસાન થઇ શકે છે. માતાને કરેલો વાયદો પૂરો કરજો. આજે તમે માતા પાસેથી કોઇ કામ માટે પૈસા ઉધાર લેશો.

તુલા: આજે તમને આધુનિક વિષયોમાં રસ રહેશે. સ્પર્ધાત્મક પરિક્ષામાં તમે સારો દેખાવ કરી શકશે. જો તમને આજે કોઇની કોઇ વાતનું ખોટું લાગ્યું હશે છતાં કોઇને કંઇ પણ ના કહેતા. તમે મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. જીવનસાથીની વાત સાંભળીને કોઇ મોટી જગ્યાએ રોકાણ કરશો જેને કારણે ભવિષ્યમાં નૂકસાન થઇ શકે છે. સંતાન પાસેથી કોઇ સારા સમાચાર સાંભળવા મળશે. કાર્યક્ષેત્રે અધિકારી તમને કોઇ જવાબદારી સોંપી શકે છે.

વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે અનુકુળ રહશે. તમારે પરિવારજનો સાથે તાલમેલ બનાવીને આગળ વધવું પડશે. તમારી જવાબદારીઓમાં કોઇ કસર ના છોડતાં. પરિવારમાં વડિલોની વાત જરુરથી સાંભળજો. તો જ કોઇ કામમાં આગળ વધી શકશો. પૈતૃક સંપત્તિ બાબતે કોઇ મોટી વ્યક્તીની સલાહ લેજો. તમે જમીન મકાનની ખરીદી કરી શકશો. ખાનગી વિષયો બાબતે સંવેદનશીલ રહેજો. જો તમે વધુ પડતાં ઉત્સાહમાં આવીને કોઇ કાર્ય કરશો તો નૂકસાન થઇ શકે છે.

ધનુ: આજનો દિવસ સામાજીક ક્ષેત્રે કાર્ય કરનારા લોકો માટે ઉત્તમ છે. તમે તમારો આળસ ત્યજીને આગળ વધશો. તો જ તમને સારો લાભ થઇ શકે છે. જો તમે વ્યર્થની ચર્ચાઓમાં સહભાગી થશો તો તમારું નૂકસાન કરશે. પ્રેમ અને સ્નેહની ભાવના રાખજો. બિઝનેસના કોઇ કામ માટે પ્રવાસે જવું પડશે. કૌંટુમ્બિક સ્તરે તમે તમામ વાતની કાળજી અને રસ દાખવશો. વાદ-વિવાદથી દૂર રહેજો નહીં તો છબી ખરાબ થઇ શકે છે. કાયદાકીય બાબતે તમને જીત હાંસલ થશે.

મકર:આજનો દિવસ સુખદ પરિણામો લઇને આવ્યો છે. તમે તમારી વાણી અને વ્યવહારથી લોકોનું જિલ જીતી લેશો. તમારી અંદર પ્રેમ અને સ્નેહની ભાવના રહેશે. કામ માટે પ્રવાસ થઇ શકે છે. વિદ્યાર્થીઓ કોઇ નવા રિસર્ચ માટે પૂરાં પ્રયાસો કરશો. તમારા વિરોધીઓને કોઇ એવી વાત ના કહી દેતાં જેનાથી તમને તે હાની પહોંચાડે. જો તમે પહેલાં કોઇને રુપિયા ઉધાર આપ્યા હશે તો આજે તે પાછા મળશે.

કુંભ: આજનો દિવસ તમારા માટે અનુકુળ પરિણામ લઇને આવ્યો છે. તમને રચનાત્મક કાર્યો સાથે જોડાવાનો મોકો મળશે. તમારા ઘરે મહેમાન આવી શકે છે. તમે વાણીની મીઠાશ બનાવી રાખજો. સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તમે તમારા બજેટ પ્રમાણે જ પૈસા વાપરશો તો તે તમારા માટે હિતાવહ રહેશે. ધાર્મિક કાર્યમાં તમે આગળ રહીને ભાગ લેશો. વિદ્યાર્થઓનો ઉચ્ચ અભ્યાસનો માર્ગ મોકળો થશે. જો તમે કોઇ મિત્રથી લાંબા સમયથી નારાજ હશો તો એ નારાજગી આજે દૂર થશે.

મીન: આજે ઉતાવળે કોઇ પણ કામ ન કરતાં. તમે ક્યાંક ફરવા જવાનો પ્લાન કરશો. નજીકના લોકોનો સાથ અને સહકાર મળી રહેશે. વેપારમાં ભૂલો કરવાનું ટાળજો. જો તમે કોઇની પણ સાથે વાદ-વિવાદ કરશો તો તે તમને મોટું નૂકસાન કરી શકશે. માતાના કરેલા વાયદા આજે પૂરાં કરજો. તમે કોઇ કામ માટે માતા પાસેથી પૈસા ઉછીના લેશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button