
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં કરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાની સેના એલઓસી પર સતત ફાયરિંગ કરી રહ્યં છે. પાકિસ્તાને ભારતના 15 જેટલા શહેરો પર મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટથી નિશાન સાધ્યું હતું પરંતુ ભારતીય સેનાએ મોટાભાગના હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનની 300થી વધારે મિસાઇલ તોડી પાડી હતી. ઉપરાંત 28 બંકરોને પણ ધ્વસ્ત કર્યા હતા.
ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, અમૃતસર, રાજસ્થાન સહિત ગુજરાત બોર્ડર નજીક આવેલા શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી.ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમ એસ 400એ પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલને તોડી પાડી હતી.
ગુરુવારે રાત્રે પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદો પર અલગ અલગ સ્થળોએ ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો. તેની બાદ ભારતીય સેનાએ ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટ વિસ્તારોમાં એક વિશાળ કાઉન્ટર-ડ્રોન ઓપરેશન દરમિયાન 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા હતા. આ કામગીરીમાં એલ-70 બંદૂકો, ઝેડયુ-23 એમએમ બંદૂકો, શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય અદ્યતન કાઉન્ટર-UAS સાધનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતે બદલો લેતા પાકિસ્તાનના ચાર લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. આમાં બે યુએસ-નિર્મિત એફ-16 અને બે ચીન-નિર્મિત જેએફ-17નો સમાવેશ થાય છે. જેસલમેરમાં તોડી પાડવામાં આવેલા એફ-16 ના બે પાઇલટ અને અખનુરમાં તોડી પાડવામાં આવેલા બીજા વિમાનને સશસ્ત્ર દળોએ કસ્ટડીમાં લઈ લીધા હતા.
આ પણ વાંચો…ભારતે 8000 એક્સ અકાઉન્ટ બ્લોક કર્યા, મુસાફરોને ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવા સુચના