
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકી કેમ્પોને તબાહ કર્યા હતા. જેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય એર ડિફેન્સ સીસ્ટમથી તેને નાકામ બનાવવામાં આવ્યો હતો. તેની બાદ ભારતે તેનો વળતો જવાબ આપવાની શરુઆત કરી છે. કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીને કોશિશ નિષ્ફળ બનાવવામાં આવી છે.સાંબા સેક્ટરમાં બીએસએફના જવાનોએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા છે. પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. તેઓ આનો ફાયદો ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી કરવા માંગતા હતા.
ડ્રોન એટેકને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો
આ ઉપરાંત, જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ જારી કરવામાં આવ્યું છે. અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સાયરન ફરી ગૂંજી રહી છે. રાતના નવ વાગ્યે સૌથી પહેલા જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. મિસાઈલ અને ડ્રોન એટેકને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. જ્યારે મોડી રાતના પૂંચમાં સરહદ પારથી બોમ્બમારો ચાલુ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પાકિસ્તાનના 7 થી વધુ શહેર પર ભારતનો હુમલો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે ત્યારે ભારતે પાકિસ્તાનના ડ્રોનના હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. ભારતે પોાતની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરીને પાકિસ્તાનના હુમલાઓનો જવાબ આપ્યો છે. ભારતે જવાબી કાર્યવાહી કરતા લાહોર, ઇસ્લામાબાદ, કરાચી, સિયાલકોટ, બહાવલપુર, પેશાવર અને પીઓકેના કોટલીમાં હુમલો કર્યો હતો.
આ પણ વાંચો…પાકિસ્તાનમાં બળવો! બલુચિસ્તાનમાં આર્મી કેમ્પ પર હુમલો; આર્મી ચીફની હકાલપટ્ટીના અહેવાલ