‘ઓપરેશન સિંદૂર’ના દિવસે જન્મેલી બાળકીનું નામ માતાપિતાએ શું રાખ્યું જાણો બિહારનો કિસ્સો?

પટના: ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં કરવામાં આવેલા સાહસિક ‘ઓપરેશન સિંદૂર’ની ચર્ચા દેશભરમાં થઈ રહી છે, ત્યારે બિહારના કટિહાર જિલ્લામાંથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. અહીં આ ઐતિહાસિક ઓપરેશનના દિવસે એક બાળકીનો જન્મ થયો અને પરિવારે દેશભક્તિની ભાવનાથી પ્રેરિત થઈને તેનું નામ ‘સિંદૂરી’ રાખ્યું છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર પછી સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ એવું શું કહ્યું કે લોકોને એ વાત ગમી ગઈ
ભારતે પહલગામ હુમલાનાં જવાબમાં કર્યું ઓપરેશન સિંદૂર
ગત 7 મે, 2025ની રાત્રે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીPoK)માં સ્થિત નવ આતંકી ઠેકાણાઓને હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવ્યા હતા.
આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. આ જ દિવસે કટિહારની એક ખાનગી હોસ્પિટલમાં સંતોષ મંડલ અને રાખી કુમારીને ત્યાં એક બાળકીનો જન્મ થયો હતો.
આપણ વાંચો: BIG BREAKING: ઓપરેશન સિંદૂરમાં મોટી સફળતા, મસૂદ અઝહરનો ભાઈ ઢેર
નવજાત પુત્રીનું નામ ‘સિંદૂરી’ રાખ્યું
પરિવારજનોએ આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે તેમની નવજાત પુત્રીનું નામ ‘સિંદૂરી’ રાખ્યું છે. તેમનું કહેવું છે કે આ નામ તેમને ભારતીય સેનાની વીરતાની યાદ અપાવે છે અને તેમણે આ નામ દેશભક્તિની ભાવનાથી પ્રેરિત થઈને પસંદ કર્યું છે.
દીકરી મોટી થઈને સેનામાં ભરતી થાય
પરિવારના સભ્ય કુંદન કુમાર અને સિમ્પલ દેવીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરના દિવસે અમારી બાળકીનો જન્મ અમારા માટે બેવડી ખુશી લઈને આવ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી દીકરી મોટી થઈને ભારતીય સેનામાં ભરતી થાય અને દેશની સેવા કરે. પરિવારનાં આ નિર્ણયની મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.